________________
ચેડા મહારાજા :
[ ૩૬૧ ]
અતિ ગાઢ હતા અને દેખાવ પણ એવા હતા કે એકના બદલે બીજી સામે ઊભી રહે તે નામ દેવામાં પણ ભૂલ થઈ જાય. આમ છતાં ચેલણા કરતાં સુજ્યેષ્ઠામાં સ્વાભિમાનની માત્રા કંઇક વધુ હતી. સા મહેનેામાં એનું મનેાખળ અતિ મજબૂત લેખાતું.
રાજગૃહીના શ્રેણિક મહારાજે સુજ્યેષ્ઠાના રૂપ–ગુણની વાર્તા એક તાપસી મુખે જ્યારથી સાંભળી હતી ત્યારથી તેમના મનમાં એની સાથે વિવાહસંબંધ ખાંધવાના કોડ જાગ્યા હતા, પણ વિશાળાપતિ ચેટકરાજ અને મગધપતિ શ્રેણિક મહારાજ વચ્ચે ખરાખર મેળ નહેાતેા. રાજત ંત્ર ચલાવવાની ઉભયની પદ્ધતિ વચ્ચે આસમાન જમીનનું અંતર હતું. એક ગણરાજના હિમાચતી હાઇ નવા રાજ્ય જીતી પેાતાના રાજ્યને વિસ્તાર વધારવામાં ઉત્સુક નહેાતા, ત્યારે બીજો નાનાં રાજ્ગ્યા પર ચઢાઇ કરી, વિશાળ સામ્રાજ્ય જમાવવાની અભિલાષા સેવનાર હતા. આ ઉપરાંત ક્ષત્રિય જાતિ તરીકે સમાનતા છતાં કુલીનતાની દૃષ્ટિએ ચેટકરાજ ઉચ્ચ લેખાતા. આ સર્વ વિવિધતામાં એક સમાનતા ઊડીને આંખે વળગતી અને તે સમાનધીપણાની ! ઉભય પ્રભુ શ્રી મહાવીરદેવના ઉપાસકેા હતા. આટલી ટૂંકી નજર ફેંકી વા પ્રવાહમાં આગળ વધીએ.
આપણે ઉપર જોયું કે એક તરફ મગધના સ્વામી સાથે ચેટકરાજના ગૃહિણી મહાસતીને પેાતાની દીકરીને સ્નેસ ખ ધ જોડવાના ઇરાદા હતા. બીજી બાજુ સુજ્યેષ્ઠા પ્રત્યે શ્રેણિકભૂપને સહજ આકર્ષણ જન્મેલું હાવાથી એ પણ સંબંધ બાંધવા તૈયાર હતા, જ્યારે વિશાળાપતિ ચેટક મહારાજ પાતે આ જાતનું જોડાણુ પસંદ કરતા નહેાતા. આમ છતાં શરીરસંબ ંધથી જોડાવાની આખરી સત્તા તેા યુવાન પુત્રી સુજ્યેષ્ઠાના હાથમાં જ હતી, અલખત્ત એ વિષયમાં દીકરીને માતા તરફથી અવનવી સૂચનાઓ આડકતરી રીતે એટલે કે સખીઓદ્વારા મળતી હતી.