________________
[ ૩૩૮ ]
પ્રભાવિક પુરુષ : જ પ્રેયસી રાણી પર હુમલો ! એની શિક્ષા મરણ સિવાય બીજે કઈ હોઈ શકે ?
એક જ હકમ “જાઓ, એ હરામખોરને–એ દગાબાજ વાણિયાને–અરે! એ દંભી આત્માને-ઢોંગી ધર્મઠગને શૂળી પર ચડાવી દ્યો. ચડાવતાં પૂર્વ નગરમાં ફેર કે જેથી આવું નીચ કૃત્ય કરતાં બીજા મનુષ્ય પણ અટકી જાય કરવાની હિંમત સરખી પણ ન કરે.”
જ્યારે ચંપાના સરિયામ રસ્ત-શિયળવ્રતધારી અને જેની ખ્યાતિ દેશ-દેશાંતરમાં કપૂરની સુવાસ સમ પ્રસરી ગઈ છે અને જેની વ્રતદઢતા આબાળવૃદ્ધ પર્યત જગજાહેર છે, એવા સુદર્શન શેઠ પર આવેલ કલંક અને એ દ્વારા જનતામાં ચાલી રહેલી રંગબેરંગી વાયકાઓની વચ્ચે થઈ વધસ્થંભ તરફ સરઘસ ગતિ કરી રહ્યું હતું ત્યારે એ આત્માના અંતરમાં કેવું મંથન ચાલી રહ્યું હશે ? જૈનધર્મ પર લોકોમાં કેવા કટાક્ષ થતા હશે?
જેને સત્ય પર અટલ વિશ્વાસ છે એવા એ શેઠના હૃદયનું પાણી પણ હાલ્યું નહોતું એમ શાસ્ત્ર વદે છે. પૂર્વકને યાદ કરી એક તમાસગીર તરિકે તે નાટક ભજવાવા દે છે. દુનિયા તો દેરંગી છે, એને મેઢે ગળણું ન બંધાય, પણ “સાચાને સંગી” શા માટે ગભરાય?
જ્યારે આ સમાચાર સ્વામીવત્સલા મનોરમાને કાને પડ્યા ત્યારે તે પણ ઘડીભર થંભી ગઈ. સ્વપ્નમાં પણ જેનું ખલન ન સંભવે એવા પતિને શિરે આ કલંક ! તે સાંભળીને શું પોતે મૂંગે મોઢે જોઈ રહે? તરત જ હિંમત એકઠી કરીને તે દેવમંદિરમાં પહોંચી ગઈ. પ્રભુ સન્મુખ કર જોડી પ્રતિજ્ઞા કરી કે
જ્યાં સુધી મારા પતિને માથેથી આ કલંક ઊતરે નહીં ત્યાં સુધી હું કાર્યોત્સર્ગમાં જ રહીશ.” જેને ધર્મ પર અટલ વિશ્વાસ