________________
શ્રેષ્ઠી સુદર્શન :
[ ૩૩૭ ] થયું. ઉખરભૂમિમાં બીજારોપણ કરવાના પ્રયાસ સરખું એ સર્વ નિષ્ફળ ગયું. અભયાનું હૃદય કામની ઉગ્રતા અને એની અપૂર્ણતાથી ઉપજેલ રેષજવાળાએથી ભભૂકી ઊઠયું. અભિલાષપૂર્તિના આવેગથી રાણી ગઈ ઊઠી:
અરે! વાણિયા! હું કરું છું તે યાદ કર, વિચારી જે, તારા વેવલાપણુને છોડી દે. હું તારા મૈનથી નાહિંમત થનાર નથી. કયાં તો મારી ઈચ્છાની પૂર્ણતા કરીશ, નહિં તો તારું મૃત્યુ તરીશ.” આમ કહ્યા છતાં પણ ધ્યાનમગ્ન વણિક-વ્રતપાલનમાં ૨ક્ત બનેલ આત્મા-કેવળ પરમાત્મા શ્રી મહાવીર સિવાય જેને કેઈના શરણની પરવા પણ નથી એવો કાયોત્સગી–મર્યાદિત સમયનો સાધુ–શું બલવાન હતો ? એને વળી મરણને ભય શેને હોય?
અભયા આ મૂંગે માર-ઊઘાડા પરાભવન સહી શકી. તે એકદમ પોકારી ઊઠી. પોતાની જાતે જ અંગ પર ઉઝરડા કરી, પરિધાન કરેલ વસ્ત્રો અસ્તવ્યસ્ત કરી, એણે બૂમરાણ કરી મૂક્યું.
અરે ! કઈ દેડ, જલ્દી આવો. આ દુષ્ટ માનવી મારું શિયળ ખંડિત કરવા મારા પર હુમલો કરી રહ્યો છે.”
આ અચાનક પોકારથી રક્ષકો દોડી આવ્યા. દાસીઓનું ટોળું એકઠું થઈ ગયું અને સુદર્શન શેઠને દોરડાથી બાંધી લેવામાં આવ્યા. રાજવી ઉદ્યાનમાં હોવાથી તરત જ બંદી તરીકે તેમને ત્યાં લઈ જવામાં આવ્યા. ચિત્રવિચિત્ર શંકાઓનું પાત્ર સુદર્શન શેઠ બન્યા.
આનંદ-પ્રમાદમાં રક્ત બનેલા ભૂપે રાજપુરુષોના મુખેથી ગુન્હાની વાત સાંભળી; એટલે એને ગુસ્સો મર્યાદા ઓળંગી ગયે. અન્ય કેઈને ત્યાં નહિં ને પોતાના જ મહાલયમાં પોતાની
૨૨