________________
શ્રેષ્ઠી સુદર્શન :
[ ૩૩૯ ] છે, જેને ધર્મમાં બતાવેલા વ્રતનિયમમાં અડગ શ્રદ્ધા છે, એ ગમે તેવા કલંકથી કે દુષ્ટ માનવીઓએ ખડા કરેલા ઉપદ્રવોથી શા સારુ હતાશ થાય ? વીતરાગનું શરણ એ જ એનો વિસામે. શ્રદ્ધાઆસ્થા કેઈ અનેરી વસ્તુ છે, એને તાર અંતર સહ જોડાયેલા છે, એનો ઝણઝણાટ સાંભળનાર સાચે જ બળવાન આત્મા હોય છે.
તે
કાળ ( time ) મહાસાગરમાં “સમય” રૂપી જળબિંદુઓને તો સુમાર નથી, છતાં એમાંનાં કેટલાકને એ સુંદર ઈતિહાસ જળવાય છે કે આજે એ વાંચતાં હદય ઝણઝણાટ અનુભવે છે. મુખમાંથી સહસા ઉદ્દગાર નીકળી પડે છે કે-ધન્ય એ જીવન! ધન્ય એ સોનેરી પળ !
દેશનાની પૂર્ણાહૂતિ થતાં જ જનતા ઉદ્યાનમાંથી બહાર નીકળી પાટલીપુત્ર નગરના માર્ગે પળી. “મુજે રે મતિfમના” એ ઉક્તિ અનુસાર વાર્તાલાપના વિષયમાં વિવિધતા ભરી હતી. કોઈક ત્યાગી સંતના જીવન પર, એમાં રહેલી પવિત્રતા પર પ્રશંસાનાં પુપે વેરતાં તો કઈ આજની દેશનાના કેદ્ર સમા
બ્રહ્મચર્ય” જેવા મહત્વના વિષયની ચર્ચા કરી રહ્યા હતા. એકે તે સ્વજીવનના નિચોડરૂપ વાક્ય ઉચ્ચારી પણ દીધું કે –
મહાશય! માને યા ન માને, પણ સુદર્શન મુનિ કહે છે તેવું શિયળવ્રતનું પાલન સાધુ જીવન સિવાય બીજે શક્ય નથી. સંસારમાં રહી, નેત્રો સામે લાવણ્યના મૂર્તિમંત સ્વરૂપ સમી કમળાંગીઓ અહર્નિશ કીડાકેલી કરતી નિરખી બ્રહ્મચર્યનો ઉચ્ચાર કરે એ અગ્નિમાં હાથ નાંખી ન દાઝવાને પ્રયોગ કરવા જેવું છે. એક કવિનું વચન છે કે “મદમાતી યુવતીને રાતે વિલાસ જોયા છતાં જે માનવને અંગવિકાર ન પ્રગટે તો માનવું કે કયાં તો એ ત્યાગી છે અથવા તો એ નપુંસક છે.”