________________
ચેડા મહારાજા:
[ ૩૫૭ ] આપ જેવા ધન્વંતરીના લેપથી હવે કઇંક શાંતિ વળશે. ” એટલા શબ્દો મેલીને ચેડા મહારાજાએ વિનયપૂર્વક ઊભા થઇ ખાર વ્રત ગ્રહણ કર્યાં. રાજ્યપાલનમાં ક્ષતિ ન પહેાંચે એવી છૂટ રાખી અને એક દિવસે માત્ર એક જ બાણુ ફૂંકવું એવી કડક પ્રતિજ્ઞા–એ સુવર્ણ ઘટિકામાં–ક્રયા ઉભરાતા હૃદયે સ્વીકારી.
આ પ્રતિજ્ઞાથી ભવિષ્યમાં કેવા કપરા સંજોગામાં મૂકાવુ પડયું, છતાં એમાં અડગ રહેવાથી અંતિમ જીવનમાં કેવા પલટા આબ્યા એ વાત આપણે હવે પછી જોઇશુ.
X
×
*
સ્વામિન્ ! આપે શુ મગધરાજના દૂતને પાછા ફેરવ્યેા એ વાત સાચી છે ? ભારતવર્ષમાં જેની વિજયપતાકા અસ્ખલિત રીતે કરી રહી છે, જે ઋદ્ધિસિદ્ધિ અને વેપાર-વાણિજ્યમાં અગ્ર સ્થાન ધરાવે છે અને જેને મત્રીશ્વરામાં ધુરિપદે વિરાજમાન એવા અભયકુમાર મહાઅમાત્ય છે, એવા ગારવવંતા રાજ્યના નૃપતિ આપણી દુહિતાનાં કરની માંગણી કરવા લલચાય, એ સારુ કૃત મેાકલે, આવા સુંદર ચેાગના લાભ લેવાના અવસરે આપ કુલીનતાનું બહાનું આગળ ધરી ‘ લક્ષ્મી ચાંદલા કરવા આવે ત્યારે માં ધાવા જવા જેવું ’ કરા અથવા તે! એને અપમાનિત કરી વિદાય આપે। એ શું વ્યાજખી લેખાય ? કદાચ સંબંધ જોડવાની વાત રુચતી ન પણ હોય, છતાં સમાનધર્મીના સંબંધથી પણ એની સાથેનું વર્તન સલુકાઈભયું હાવુ ઘટે એમ આપશ્રીને નથી લાગતું ? ”
66
“ મહાસતી ! તમારી વાણી સાકરથી પણ અતિ મીઠી લાગે છે, એમાં અંતર્ગત ઉપાલંભ છે છતાં એ એવી રીતે મિશ્ર કરાચેલ છે કે એ સાંભળતા દુ:ખ લાગે તેમ નથી. મારે કહેવુ જોઇએ કે શ્રવણુ કરેલ વ્યતિકરમાં સમજફેરના ભાગ વધારે છે. એ પાછળનું રહસ્ય ખુદું જ છે. ”