________________
[૩૫૮]
પ્રભાવિક પુરુષે ? મહારાજ ! સારા ય નગરમાં આજે એક જ વાર્તા પ્રસરી રહી છે કે “ મગધેશની સગાઈ સંબંધી માંગણી આપે હસી કાઢી, કુલીનતામાં ઊણપ દેખાડી, દૂતને તિરસ્કારી વિદાય કરી દીધો. ” મારી વિશ્વાસુ દાસીના સાંભળેલા આ સમાચાર છે.”
શું આ હકીકત મારી પ્રજામાં ચર્ચાનો વિષય થઈ પડી છે?”
નાથ! આપ એમ સમજે છે કે વિશાલા નગરની પ્રજા રાજાના દરેક કાર્યો, બંધ આંખે અને મૂંગે મોંએ, કેવળ ઉપેક્ષાભાવથી ચલાવી લે ? આપને ખેડું ન લાગે તો એ પાછળ કેવી લોકવાયકા પ્રવર્તે છે એ જાણવા જેવી છે. તારુણ્યના આંગણે આવી ઊભેલી સ્વઅંગજાઓ તરફનું એક પિતા તરીકેનું આપનું વર્તન જનતાની નજરે વાસ્તવિક લાગતું નથી. એમાં પ્રજાને કર્તવ્ય-શ્રુતિને સ્પષ્ટ ભાસ થાય છે. ”
“અહો ! અંતપુરના કમર સુધી પહોંચેલી આ સમસ્યા કેમ મારા કાન સુધી ન આવી એ આશ્ચર્યની વાત છે. ”
એમાં આશ્ચર્ય જેવું શું છે? સંતાનોની ચિતા મા-બાપ રાખવી જોઈએ એ સનાતન ધર્મ છે. આપ રાજ-કાર્યની અન્ય વિચારણાઓમાં એ વાત ઉવેખી મૂકે તે પણ મારે તો એ તરફ લક્ષ્ય આપવું જ પડે, માતૃહૃદયની એ એક વિલક્ષણતા છે.”
અરે! હું ભૂલ્ય, મેં તા વિવાહ સંબંધને જોડવાના પણ લીધા છે તેથી એ બાબતની વાતમાં મારાથી ન જ પડાય.”
મહારાજ ! પ્રતિજ્ઞા લેવી સુલભ છે, એમાં રહેલ દેષરેખા નિહાળવી એની પણ ન નથી, છતાં એ વાત પણ જોડે ભૂલવાની નથી કે આપણે વાસ હજુ સંસારમાં છે. સંતાનમાં
ગ્ય પસંદગી કરવાની શક્તિ ખીલવ્યા સિવાય–પોતાના ભાવ જીવનનું શ્રેય શામાં છે એની પારખ કરવાનું ખમીર પ્રગટાવ્યા