________________
[૩૫૬ ]
પ્રભાવિક પુરુષો : એ જાતની ગરમી આવી નહોતી તેઓ શ્રાવકધર્મની દીક્ષા લેવા તત્પર થયા. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવરૂપ વિલક્ષણ દર્પણ તરફ દૃષ્ટિ રાખીને એ દરેકને ભગવાન શ્રી મહાવીરદેવે ઉચિત પ્રતિજ્ઞાઓ આપી. આવા અપૂર્વ પ્રસંગે પરમાત્મા શ્રી વર્ધમાનસ્વામીની પાંત્રીશ ગુણ યુક્ત મધુર ગિરા સાંભળી જેના રોમેરોમ વિકસ્વર થયા છે એવા મહારાજા ચેટકે ઊભા થઈ પ્રશ્ન કર્યો કે
“દયાનિધિ ! શ્રાવકધર્મ અને રાયધર્મ એ ઉભયનું મારાથી પાલન થઈ શકે? રાજ્યરક્ષણમાં બાધ ન આવે અને બાર વત પાળી શકું એ કઈ માગે છે?”
પ્રભુ બોલ્યા-દેવાનુપ્રિય! સર્વ કંઈ શક્ય છે. શ્રાવકધર્મની રચના જ એવા પ્રકારની છે કે જેમાં મહાન સમ્રાટથી માંડી એકાદ અદને રાંક પણ એને ગ્રહણ કરી શકે. બાર વ્રત ગ્રહણ કરવામાં લેનારની અનુકૂળતા મુજબ વિવિધ પ્રકારની તરતમતા રહેલી છે અને લેનાર પોતાના સંયોગો પર દષ્ટિ રાખી ઘટતી છૂટથી વ્રતો ગ્રહણ કરી શકે છે. યુદ્ધ જ જેમનો વ્યવસાય છે અને શસ્ત્ર જ જેમનો પ્રાણ છે એવા મહારથીઓ પણ એ માર્ગનું શરણ લઈ, આત્મપંથ ઉજાળી શકે છે. શ્રાવકની દયાનું નીચામાં નીચું બિન્દુ નિરપરાધી ત્રસજીવને નિરપેક્ષ બુદ્ધિએ સંકલ્પીને ન મારવામાં આવીને અટકે છે. એટલું પણ ન બની શકે તો માનવી, પશુથી પણ ઉતરતી પાયરીએ જઈ પડે છે. સ્વાર્થવશ પાપભાગી બનવું કે દોષથી પાવું અને કેવળ સ્વછંદતાથી, કઈ પણ હેતુ વગર, પાપજનક ક્રિયા કરવી એ બે વચ્ચે મહદ અંતર છે. વ્રતગ્રહણ એ સંબંધી મર્યાદા આંકે છે; એટલે પ્રત્યેક આત્મા જેને મનુષ્યભવ વૃથા ગુમાવવો પરવડે તેમ નથી એને એ મર્યાદા સમજી લઈ, ધારણ કરવી જોઈએ.”
ચેડારાજા બેલ્યા-“દેવાધિદેવ ! આપે એ માર્ગનું દર્શન કરાવી મારા પર અમાપ ઉપકાર કર્યો. ચિરકાળના ડંખ પર