________________
[ ૩૫૪ ]
પ્રભાવિક પુરુષો : વાંછા પર આપોઆપ કાપ મૂકાયો હતો અને જે કંઈ કીર્તિ અને પરાક્રમના જોરે પ્રાપ્ત થયા હતા ત્યાં પણ વહીવટ ગણતંત્રના બંધારણ અનુસાર ગોઠવ્યે હતો. પોતે માત્ર એક નિરીક્ષક કે મધ્યસ્થ પુરુષ તરિકેને ભાગ ભજવતા. આજના ધોરણે વાત કરીએ તો પ્રમુખની જેમ દરવણી આપતા. પ્રદેશવૃદ્ધિની લિસા કે સામ્રાજ્ય ઊભા કરવાની મહત્વાકાંક્ષા તેમનામાં મૂળથી નહતી, છતાં સાચા ક્ષત્રિયવટની ન્યૂનતા રંચમાત્ર ન હોવાથી એના રક્ષણ અર્થે યુદ્ધો કરવા પડે તેમ હોય તો એમાંથી જરા પણ પાછી પાની કરતા નહીં. બાણ ફેંકવામાં તેઓશ્રી એટલી હદે નિષ્ણાત હતા કે તેમનું ફે કેલું બાણ લક્ષ્યવેધી જ નિવડતું. એ સમયમાં તેઓશ્રીની ખ્યાતિ અજોડ બાણુંગળી તરિકે ચોતરફ દૂર દૂર સુધી વિસ્તરેલી હતી.
એક તરફ પિતાની જ ભગિનીને પુત્ર (મહાવીર) સંસારને અસાર માની કેવળ આત્મસાક્ષાત્કાર અર્થે નીકળી પડ્યો હતો. દેવમાનવના ભયંકર ને અતિ દારુણ ઉપસર્ગો કેવળ ઊઘાડી છાતીએ સહન કરતો હતો. એના પ્રતિકાર સારુ હથિયારની વાત તે દૂર રહી, પણ એકાદી આંગળી પણ સામી નહાતા ઉચકતા. જ્યારે
એ જ અરિહંતના ધર્મમાં પોતે હોવા છતાં અને રાજ્યવૃદ્ધિ કે વૈભવવિલાસની કામના પર ઠંડું પાણી રેડેલું હોવા છતાં બાણ ફેંકવાની કળાથી જીવહત્યા કરવાના ઘોર પાપથી મુક્ત નહોતા બન્યા. આ વિચાર કેટલીય વાર તેઓશ્રીના અંતરને લેવી નાખતો હતો, છતાં એક વિશાળ સામ્રાજ્યના સંરક્ષક તરિકે, પ્રખ્યાત ક્ષત્રિય વંશ “હહ” ના વંશજ તરિકે એનાથી પીછેહઠ થઈ શકતી નહોતી. રાજ્યને અંતે નરક કહેવાય છે તેનું કારણ પણ આમાં જ સમાયેલું છે. ધમીં હદય કચવાય, છતાં પ્રજાસંરક્ષણની ફરજ જુદી જ દિશામાં દોરી જાય છે.
એમનો રોજનો ડંખ બળવત્તર બન્યા. તેમના મનમાં ઊગી