________________
ચેડા મહારાજા :
[ ૩૫૫ ] આવ્યું કે હિંસાના પ્રતિરોધ અર્થે કંઈ કરવું જોઈએ. બાણુ ફેંકવામાં દક્ષતા ભલે પ્રશંસનીય લેખાય, પણ જ્યાં એ ફેંકર્યું કે તરત જ પ્રાણપંખેરું પિંજરામાંથી પલાયન થઈ જાય છે એ કેમ સહન થાય ? જે પ્રતિભાના શિરે કેવળ આત્મવિનાશની નગ્ન તલવાર લટતી હોય તે પ્રતિભા હોય તો પણ શું અને ન હોય તો પણ શું? એ જાતની શક્તિ પર કંઈ અંકુશ હોવ ઘટે. જેના જીવનનિર્વાહને કંઇ બીજો માર્ગ જ નહોતો તેવો હરિબળ મછી સરખે પામર માનવી પણ પ્રથમ જાળમાં આવેલ મત્સ્યને છોડી દેવાનો નિયમ ગ્રહી શકે, એ દ્વારા કલ્યાણના પંથે પળી શકે, જ્યારે મારા જેવો શક્તિસંપન્ન રાજવી, ખુદ તીર્થ પતિના સમયમાં જીવિત ધારણ કરતો હોવા છતાં, અને સર્વ પ્રકારની સાનુકૂળતા છતાં એક ક્ષત્રિય ધર્મના નામે આવી તીવ્ર હિંસાને છેડા ન છોડી શકે એ કેટલું લજજાસ્પદ કહેવાય? પુનઃ પુન: મસ્તિષ્કને કબજે ધારણ કરતી ઉપર્યુક્ત વિચારશ્રેણી આખરે એક નિશ્ચયમાં પરિણમી. ચરમ જિનપતિ શ્રી વર્ધમાનસ્વામી કેવલ્ય પામ્યા અને શ્રી ઈદ્રભૂતિ આદિ
અગિયાર મહાપંડિતાને પ્રતિબધી શાસનની સ્થાપના કરી. તેઓ વિચરતાં વિચરતાં એકદા વિશાલા નગરીની બહાર સમવસર્યા. સારી ય નગરી શ્રી ભગવંતના દર્શનાર્થે ઊમટી પડી. મહારાજા ચેટક પણ એ અનુપમ લાભથી વંચિત ન રહ્યા.
સંસારની નશ્વરતા અને દશ દૃષ્ટાંતે દુર્લભ માનવદેહની પ્રાપ્તિ સંબંધી અમૃત દેશના શ્રવણ કરતાં જ પર્ષદામાં કઈ અનેરું વાતાવરણ છવાયું. આત્મપિછાન કરવાના સાધુધર્મ અને શ્રાવકધર્મરૂપ બે માર્ગ છે, એ દિવ્ય સંદેશ શ્રી મહાવીર પ્રભુના મુખથી બહાર પડતાં જ જેઓ સમર્થ હતા અને જેમને સંસારની વાસનાઓ લોભાવી શકી નહોતી એવા શૂરાઓ તો સંયમના અભિલાષી તરીકે ઊભા થયા; પણ જેમના ખમીરમાં