________________
ચેડા મહારાજા
આજે આપણે એક એવા રાજવીનું જીવન જોવાનું છે કે જેમના સંબંધમાં જૈન ગ્રંથ જે કંઈ કહે છે એ કરતાં પણ અતિ અગત્યના મુદ્દા આગળ ધરી પુરાતત્વશોધક ઘણું ઘણું નવીન અજવાળું પાડે છે. તેમની દૃષ્ટિએ ભૂપતિ ચેટક યાને જેને જનતામાં ઘરગથ્થુ થઈ પડેલ ચેડા મહારાજા” માત્ર એક વિશાળ પ્રદેશના રાજવી નથી, અગર તો અજાતશત્રુ સામે ભીષણ સંગ્રામ ખેલનાર એક પરાક્રમશાળી રાજા નથી, પરંતુ એ કરતાં અધિક એવા ગણરાજના વિધાતા છે.
કેવળ જૈન કથાનકની દષ્ટિએ ન જોતાં મહારાજા ચેટકનું વૃત્તાન્ત એતિહાસિક નજરે અવલકવાની ખાસ અગત્ય છે. ભારતવર્ષમાં એ સમય અતિ મહત્ત્વનું સ્થાન ધરાવે છે અને વિશાલા’નું રાજ્ય પણ એ કાળના વિદ્યમાન મોટા રાજવંશે સહ અતિ અગત્યને નેહસંબંધ ધરાવતું હોવાથી તે કાળના ઇતિહાસ ઘડતરમાં ખાસ મહત્વનો ભાગ ભજવે છે.
ઉત્તર હિંદુસ્તાનમાં જૈન ધર્મ નામને ઐતિહાસિક ગ્રંથ એ પરત્વે ઠીક ઠીક પ્રકાશ પાડે છે. એમાંથી કેટલાક ઉલ્લેખ નીચે રજૂ કરવામાં આવે છે, જે આપણને “ચેડા મહારાજાના ગૌરવની પ્રતીતિ કરાવશે એટલું જ નહિં પણ એ ગૌરવની ગરિમા ઉપરાંત ઘણી ઘણી વિશિષ્ટતાઓનું ભાન પણ કરાવશે.
સેળ મહા જનપદને વિચાર કરતાં આપણને જણાય છે કે વજિજનું રાજ્ય જૈન અને બૈદ્ધ બનેને સામાન્ય છે. એ રાજ્ય આઠ સહાયકારી જાતિઓ(અઠ્ઠ કુલ)નું બનેલું છે, જેમાં વિદેહો, લિવિઓ, જ્ઞાતૃક અને વજિઓ ખાસ અગ