________________
[ ૩૪૬ ]
પ્રભાવિક પુરુષ : ચહેરા પર ભાવી સંકટની કાલિમા ફરી વળી. જાણે સામે જ ભયરૂપી રાક્ષસ ખડે હોય તેમ દાસીને ઉદ્દેશીને બાઈ પોકારી ઊઠી:
પંડિતા! કંઈ પણ માર્ગ શોધ, નહિ તો જરૂર ફસાયા. રીબાઈ રીબાઈને મરવાનું. આપણે અવશ્ય ઓળખાઈ જઈશું. વાચક સમજી ગયા હશે કે સ્વામિની ખૂદ રાણું અભયા હતી અને દાસી તે પંડિતા હતી. ચંપાના અંત:પુરમાંથી રફુચક્કર થઈ, છદ્મવેશે કેટલાક સ્થાનમાં ભટકી, કેટલાક સમયથી પાટલીપુત્રમાં આવી ગુલઝાર બાગના ઓછી વસ્તીવાળા લતામાં નિવાસ કરી રહ્યા હતા. વિવિધ હાવભાવ ને કાતિલ કટાક્ષથી ભેગી ભ્રમરને આકષી સ્વછંદપણે વિલાસી જીવન ગાળી રહેલ આ લલનાયુમ્ને પરભવના ભય જેવું કંઈ જ નહોતું. કેવળ આજના અચાનક કાને પડેલ “સુદર્શન’ શબ્દ “ભય”નું વાતાવરણ સર્જાયું. સાચે જ અભયાની શક્તિ સ્વાહા થઈ ગઈ. ધર્મ અને નીતિના ભય કરતાં પણ ઊઘાડા પડી જવાની ધાસ્તી અને પકડાઈ ગયા પછીને રાજ્ય તરફનો મૃત્યુદંડ તેણુના નેત્રો સામે તરવરવા લાગ્યું.
પણ કાવાદાવાના પૂતળા સમી પંડિતા ગભરાય કે નાસીપાસ થાય તેમ નહોતી. મુનિ સુદર્શન અહીં વધુ શેકાય તો અનર્થ જન્મે તેથી એ પૂર્વે તેમનું કાટલું કાઢી નાખવાની યુક્તિ શોધી કાઢી. અભયાને કહી પણ સંભળાવી, છતાં હતાશ રાણી કંઈ બોલી શકી નહીં.
મધ્યરાત્રિનો સમય થતાં જ કાયોત્સર્ગમાં ઊભેલા ને કેવળ ધર્મધ્યાનમાં લીન બનેલા સંત સુદર્શન સામે-કમલદ્રહના કાંઠા પર એકાએક બે લલનાઓ ખડી થઈ. એ હતી અભયા ને પંડિતા. પંડિતાએ સાથે આણેલ પિોટલામાંથી ઝટ સળગી ઊઠે તેવી સામગ્રીઓ બહાર કાઢી ધ્યાનસ્થ મુનિની ચારે બાજુ ગોઠવી દીધી અને અતિશય ઝડપથી એમાં અંગાર મૂક્યો. ચોતરફ