________________
શ્રેષ્ઠી સુદર્શન :
[ ૩૪૭ ] આગ ઊઠી, વચમાં મુનિરાજ સમતારસનું પાન કરતાં પૂર્વ સંચિતને વિચારતા હતા કે “આ ઉભય યુવતીઓ તો માત્ર નિમિત્તરૂપ છે; બાકી સાચા શત્રુઓ તો મારાં કરેલાં કર્મો જ છે.” એમ ચિંતવતાં મૈનપણે ઘેર્યથી એને સામનો કરી રહ્યા. આયુષ્યનો અંત આવી રહ્યો. પુણ્યલોક સુદર્શનને દેહ ભસ્મીભૂત થઈ ગયે અને એનો અમર આત્મા અંતગડ કેવલી બની ચૌદ રાજલોકના પ્રાંત ભાગે આવેલી સ્ફટિકરન્નમયી સિદ્ધશિલા ઉપર સિદ્ધિસ્થાનમાં પહોંચી ગયે.
પંડિતા અને અભયા દૂર ઝાડીમાં સંતાઈ આ સર્વ જોઈ રહી હતી. તેમણે “હાશ” નો ઉચ્ચાર કર્યો. પંડિતા બેલી ઊઠી. “રાણજી ! પ્રફુલ્લ થાઓ, કાંટે નીકળી ગયા ” છતાં સંતની પ્રસન્ન વદને થયેલી મૃત્યુભેટ નિહાળી અભયાન અંધારા હૃદયમાં વિજળી સમ ઝબકારો થયે. તેણીએ પતિત જીવનમાંથી હાથ ધંઈ નાંખવાની ગાંઠ વાળી.
પ્રભાતકાળના સોનેરી કિરણો પૃથ્વીતળ પર પથરાયાં. શ્રદ્ધાસંપન્ન ઉપાસકોનાં આગમન શરૂ થયાં. એમાં શ્રેષ્ઠીવર્ય પ્રિયદર્શન ને નંદન પણ હતા જ.
તેમણે મહાત્મા સુદર્શનને બદલે કેવળ રાખનો ઢગલો જોયે. તેમના અંતર રડી ઊઠ્યાં. મરણાંત ઉપસર્ગ સાંભળી ગ્લાનિ થઈ. પાછળથી જ્ઞાનીમુખે સુદર્શન મુનિ મોક્ષે ગયાનું સાંભળી ભાવી પ્રજા આ વૃત્તાંત ન ભૂલે એ સારું કમળદ્રહ નજીક પાદુકા સ્થાપના કરી. વર્ષોના વાયરા વીત્યા છતાં સચ્ચરિત્રની ખુશબો આજે પણ ત્યાં બહેકી રહી છે.
* અહીં કથાનકમાં સુદર્શનને બાળી દીધાની હકીકત આપી છે. અન્ય સ્થળે તે પ્રમાણે હકીકત દર્શાવવામાં આવેલ નથી, એટલે તે વિચારણીય છે.
– પ્રકાશક