________________
[ ૩૫૦ ]
પ્રભાવિક પુરુષ : પ્રાચીન ઇતિહાસ સાથે નિકટ સંબંધ ધરાવે છે, એટલું જ નહિ પણ ઈ. સ. પૂર્વે પાંચ વર્ષ ઉપર ભારતના ઈશાન ખૂણામાં ઉત્પન્ન થયેલ બે મહાન ધર્મ સંસ્થાપકના પવિત્ર સ્મરણે પિતાના પટ પર સમાવે છે.”
તેની રાજ્યવ્યવસ્થા ગ્રીક રાજ્યને મળતી આવે છે. આ સમયની નવીન રાજ્યવ્યવસ્થા, સ્વતંત્ર સંસ્થાઓ, રીતરિવાજે, ધાર્મિક વિચારો તેમ જ વિધિવિધાને ભારતના સંક્રમણ કાળની આપણને ઝાંખી કરાવે છે. આ વખતે પ્રાચીન વૈદિક સંસ્કૃતિ નવીન વિકાસ સાધી રહી હતી અને વિચારણીય પ્રવૃત્તિ, જેમાંથી આ સામાજિક, ધાર્મિક નવીન હિલચાલ જન્મી હતી તેની અસર નીચે અજબ પરિવર્તન કરી રહી હતી. આવા પ્રજાસત્તાક રાજ્યમાં વૈશાલીના વજિ અને કુશિના (કુશિનગર) તેમ જ પાવાના મલ્લિ રાજ્યો મહત્ત્વનાં હતાં. રામની જેમ વિદેહમાં રાજસત્તા પડી ભાંગવાથી વજિઓની પ્રજાસત્તા રથપાઈ હતી. આમ જૂની રાજસત્તાને બદલે કુંડગ્રામ તથા બીજા સ્થળની ક્ષત્રિય જાતિના પ્રમુખપદે વૈશાલી જેવા પ્રજાસત્તાક મહારાજ્ય સ્થપાયાં.”
શ્રી કલ્પસૂત્રમાં પરમાત્મા મહાવીર દેવે “વૈશાલી અને વાણિજગ્રામમાં બાર ચોમાસાં કર્યા ” એવું કથન છે એ ઉપરથી ડે. હલ અને નંદલાલ ડે એક પગલું આગળ વધે છે અને કહે છે કે “વૈશાલીનું પ્રાચીન શહેર કુડપુર અથવા વાણિજગ્રામના નામથી ઓળખાતું હતું, તેમ છતાં ય અંતે એ વાત કબૂલ કરે છે કે લિછવિઓની રાજધાની વૈશાલીના ત બને વિભાગે હતાં.
એ સંબંધમાં નિમ્ન નોટ ઠીક ઠીક પ્રકાશ ફેંકે છે – “ Vaniyagama ( Vanijagrama ), another name of the well-known City of Vesali ( Vaishali ), the