________________
[૩૪]
પ્રભાવિક પુરુષ : ચંપાપતિની પ્રેયસીએ જ્યારે જોયું કે મારા મનોરથ ફળતા નથી ત્યારે એનાં પર કલંક ચઢાવ્યું અને કાનના કાચા નૃપે શૂળીની આજ્ઞા આપી. સતી મનોરમા કાર્યોત્સર્ગમાં લીન બની. એ જગજાહેર બનાવના અનુસંધાનમાં અભૂતપૂર્વ બનાવ તે એ બન્યું કે નિર્જીવ એવી શૂળી કે જેણે અગાઉ હજારેનું રક્ત પાન કર્યું હતું તેણે પણ જાણે જીવ આવ્યો હોય તેમ એકાએક પવિત્ર પુરુષના સ્પર્શથી જબરો કંપ અનુભવ્ય અને નિમેષમાત્રમાં તો શૂળીને સ્થાને સિંહાસનરૂપે ન અવતાર ધારણ કર્યો. જેમના હાથે ગળા રેસવા સિવાય અન્ય કેઈ સુકૃતમાં વપરાયા નથી અને જેમનાં હદય સંખ્યાબંધ આત્માઓનાં મરણમાં સાક્ષીભૂત થવાથી કેવળ નિષ્ફર ને જડવત્ બની ગયેલાં છે એવા જલ્લાદો પણ ઘડીભર આ ચમત્કારથી અજાયબીમાં ગરકાવ થઈ ગયા. વાયુવેગે પ્રસરતી આ વાત જોતજેતામાં વસંતનો લ્હાવ લુંટતાં ભૂપતિને કાને પડી. બીજી બાજુ રણવાસમાં પણ એને પડશે પડ્યો. એકી સાથે રાજારાણીનાં હદય એકાએક ભૂકંપ થવાથી જેમ ધરણું પૂજે તેમ ધ્રુજી ઊઠ્યાં.
રાજા વિચારે છે કે “જેને હું વ્યભિચારી માનું છું, અરે ! જેને ગુનેહગાર લેખવા માટે પુરાવાની પણ જરૂર નથી જે એ સુદર્શન વણિક પંચત્વ પામવાને બદલે સિહાસન શોભાવે છે! અવશ્ય કંઈક સમજફેર થઈ છે. નિર્મળ ન્યાયના તોલન અર્થે મારે જાતે જ ત્યાં જવું જોઈએ.” એ નિશ્ચય થતાં જ તૃપની સ્વારી શૂળીસ્થંભ તરફ વળી. રાણી અભયા પણ સમજી ચૂકી કે “કાળાશ છુપાવવા ગમે તેવા સફેદાનાં અસ્તર માર્યા, પણ આખરે સત્યનો જય થયો.” એના પ્રકાશમાં પતે પ્રજાની નજરે વ્યભિચારિણી તરીકે જાહેર થાય અને એ માટે સજાને પાત્ર બને તે પૂર્વે પલાયન થઈ જવાને નિરધાર કરી તેણે દાસી એવી પંડિતાને જલદી તેડાવી.