________________
શ્રેષ્ઠી સુદર્શન :
[ ૩૩૫ ] થઈ રહ્યાં છે અને દાસી પંડિતા પણ દરરોજ એક બંધ શિબિકામાં કઈને લાવે છે અને લઈ જાય છે. સાંભળવા પ્રમાણે એ કઈ ચમત્કારી યક્ષની મૂર્તિ છે, છતાં કોઈએ નજરે જઈ નથી. એટલું તે ચોક્કસ છે કે દિવસ જતાં એ કિયા એક કરતા વધુ વાર થવા માંડી છે, અરે ! રાત્રિના પણ થાય છે અને એમાં ખૂદ ભૂપતિની પણ સંમતિ છે.
દિવસો વ્યતીત થવા લાગ્યા અને અભયારે પંડિતા તરફથી રચાયેલ કપટજાળ વધુ આશાવંત જણાવા લાગી. શક્તિને અવતાર નારી, અબળા પણ છે અને પ્રબળા પણ છે. એક વાર મનમાં નિશ્ચય થયે કે ખેલ ખલાસ. એકધારી અતૂટ શ્રદ્ધાથી કાર્યની પાછળ મંડી પડવાની. ધર્મ-અધર્મની વિચારણા એને ડરાવી શકવાની નહી. “જે “તો” ના ખડકે એના માગ આડા ઊભા રહેવાના જ નહીં, તેથી જ નીતિકારે કહ્યું છે કે
अनृतं साहसं माया, मूर्खत्वमतिलोभता । अशौचं निर्दयत्वं च, स्त्रीणां दोषाः स्वभावजाः ॥ અર્થાત્ અમૃત યાને અસત્યથી માંડીને નિર્દયતા સુધીના સાત દોષે સામાન્ય રીતે સ્ત્રીઓને વારસામાં મળેલા હોય છે. આનો અર્થ એમ કરવાનો નથી કે પુરુષજાત ગુણસંપન્ન જ હોય છે અથવા તો એમાં ઉપરના દોષ નથી હોતા. “ઊજળું તેટલું દૂધ નહીં અને પીળું તેટલું સોનું નહીં.” એ ઉક્તિ પ્રમાણે વિચારીએ તો પુરુષજાતિ હે, કિંવા સ્ત્રી જાતિ હે, સર્વમાં ગુણે અને દેષ હોવાના. અમુક જાતિમાં એ વિશેષ પડતા જણાવાથી એ જાતિને ઉદેશી લખવામાં આવ્યું હોય છે. એ વાતની પ્રતીતિ કથાના વહેણમાં આગળ વધતાં સહજ થાય તેમ છે. કૌમુદી મહોત્સવ આવ્યો અને દરબારી ઢેલ ગડગડ્યા. પોતપોતાના કુટુંબ સહિત રિજન એ મોજ માણવા ઉદ્યાનપથે કીડીઓની