________________
[૩૩૪ ]
પ્રભાવિક પુરુષો : કાર્ય દાસી પંડિતા પર આવી પડ્યું. ગાનુયોગ અભયાની દષ્ટિ પણ એ પંડિતા પર જ ચોંટી. પિતાની નજરમાં કઈ ઉપાય ન જ આવવાથી અંતરને “મમ” આજે તેણીએ ખુલ્લા દિલે સામે ધરી દીધો. છૂપા દર્દીની કહાણી શ્રવણ કરવા સાથે જ પંડિતાના ચહેરા પર સ્મિતની એક રેખા ફરી વળી. પણ દર્દનો ઈલાજ કરનાર વૈદ્ય સુદર્શન! નામ સાંભળતાં જ આ મંત્રતંત્રદક્ષ પંડિતા બોલી ઊઠી:
રાણીજી! અશક્ય-અસંભવિત. કદાચ મેરુપર્વતનું શિખર ચળાયમાન થાય, પણ શ્રેષ્ઠી સુદર્શન શિયલવ્રતથી પંચમાત્ર ચલિત ન થાય. એ તો “પરનારીસહોદર છે. માત્ર એ ખ્યાતિનું બિરુદ નથી પણ પૂરેપૂરું સત્ય છે. ”
અભયા–“પંડિતા! વહાલી સખી! એક વાર એને અહીં તેડી લાવ, બાકીનું પછી જોઈ લેવાશે. એ છે અને હું છું.”
પડિતા–“રાણજી! તે થોડી ધીરજ ધરે. ધર્મના છળ સિવાય એને આણવાને કઈ માર્ગ નથી. વળી એને માટે અત્યારથી જ દંભી નાટક ભજવવું પડશે. વિનારોકટોકે મહાલયની બહાર ગમનાગમન કરી શકું તે માટે રાજમુદ્રિકા મને સપી દે. સાથે સેનામહોરની થેલી પણ લાવો.”
“માતુરાજ ન મર્થ = સ્ટar ” એ નીતિકારનું કથન અનુભવની એરણ પર ઘડાયેલું છે અને તેથી સત્ય જ છે. ઉદ્યાનમાંથી મહાલયનાં પગથિયાં ચડતાં ઉભયના ચહેરા આનંદથી છવાયા હતા. પછી થોડા દિવસોની હીલચાલ શી ચાલી રહી એ ખાસ કાંઈ સેંધવા જેવી નથી, માત્ર એક વસ્તુ સો કેઈના જાણવામાં આવી કે રાણીમાતા એકાએક માંદા પડી ગયા છે, અવારનવાર ચિકિત્સકેનાં આગમન