________________
શ્રેષ્ઠી સુદર્શન :
[૩૩૩] મરદ બહારના કાર્યમાં સર્વ સત્તાધીશ છે તે ગૃહકાર્યની અંદર સ્ત્રી જ કર્તા-હર્તા છે, તેણીનું જ શાસન ચાલે છે.
આટલી જરૂર પૂરતી હકીકત ધ્યાનમાં રાખી વાર્તાના પ્રવાહમાં આગળ વધીએ અને ચંપાપતિ દધિવાહનના આવાસના પ્રાંત ભાગે આવી રહેલા ઉદ્યાનમાં-એક એકાંત ભાગમાં-વિરામાસન પર બેસી એક તરુણયુગલ કેવી વાતમાં મશગુલ છે તે તપાસીએ. પરિચારિકા આગતુકને રોકવા સારુ દ્વાર પર જ પડી છે છતાં લેખક અને એનું અનુકરણ કરનાર વાંચકગણને કઈ રોકી શકે તેમ નથી જ. ગમે તેવી ગુપ્ત મંત્રણામાં અને ગહનમાં ગહન ભૂગર્ભમાં દાખલ થવાને એને અમર્યાદિત પરવાનો છે.
અહા! આ તો રાણું અભયા છે, પણ જેની સાથે વાત થાય છે તે મેણુ છે? એનું મુખારવિંદ જોતાં તે એક બાહોશ ને ભલભલા મરદનાં હૃદય ભેદી નાંખે તેવી કુશળ કામિની જણાય છે.
એનું નામ પંડિતા છે. સ્ત્રીચરિત્ર ઉપર વર્ણન કરાતી કથામાંની નુપૂરપંડિતા સરખી આ પંડિતા પણ અંતઃપુરના ભેદ ભરમે અને ગુપ્ત રહોથી જાણીતી છે, એ છે તે રાણીજીની દાસી, પણ સઘળા ખાનગી કાર્યોમાં એની સલાહ લેવાતી હોઈ, રાણજી પર એ સખી કરતાં પણ વધુ અધિકાર ભોગવે છે. કપિલાના ઓલંભાથી અભયા રાણીને શીળવાન સુદર્શનને નમાવવાને અભિલાષ ઉપજે. સામાન્ય રીતે એનાં બાળકો જોતાં અંતરમાં કોઈ અને અભિલાષ તે દિવસે ઉદ્ભવ્યો હતો, એમાં કપિલાની વાતે અગ્નિમાં ઘીની ગરજ સારી. ત્યારથી જ રાણીના કલાકે એ મનોરથની સિદ્ધિ કરવા માટેની તંત્રજાળ ગોઠવવામાં જાય છે. એ ચિતાની અસર કમનીય ગાત્રે પર પણ થવા માંડી છે. માનસિક વ્યથાને તાગ મેળવવા રાજવી દધિવાહને પ્રયાસ કરી છે, પણ એમાં સફળતા ન મળી, એટલે એ