________________
શ્રેષ્ઠી સુદર્શન :
[ ૩૩૧ ] રૂપે, કિવા ધર્મના પવિત્ર સંરક્ષણુરૂપે અગર તે। સમાજના કાનૂન તિરકે એ મતબ્યાનું નિર્માણ કરીને સારી ય સ્ત્રીઆલમને એવી તેા દબાવી દીધી છે; અરે! એટલી હદે એ જાતિ પર પ્રભાવ પાડ્યો છે કે ભાગ્યે જ એ નાગચૂડમાંથી સ્ત્રીજાતિ માથું બહાર કાઢી શકે ! મહાર નીકળવાની હિંમત જ ન કરી શકે! સદાને માટે પુરુષજાતથી દબાયેલી રહે એટલા ખાતર તેા એ નારીજાતનાં દૂષણ સૂચક સંખ્યાબંધ શ્લેાકેા રચાતા ગયા છે અને એની બેવફાઇના તેમ જ અધ:પતનના ઉદાહરણના પણ તેટે નથી રખાયા. આ મંતવ્ય રજૂ કરનાર આજના ઊગતા વર્ગ એટલે સુધી કહે છે કે આને બદલે નારીગણુ સત્તામાં હેાત ને એના હાથમાં ધર્મ કે સમાજનું તંત્ર સાંપાયું હાત તે એ વૃંદ આટલી હુંદે કર્કશ ન મનત.
*
ચાલુ વાર્તાપ્રવાહમાં સ્ખલન દાખવી આ ઉલ્લેખ કરવાની જરૂર એટલા સારું લાગી છે કે વીશમી સદીના એ પ્રસ્તુત વિષય છે. સ્ત્રીસ્વાતંત્ર્યના ઢાલ પીટાઇ રહ્યા છે અને સમાન હક્કનાં વાળ વાગી રહ્યાં છે. નારીજાતના સંબંધમાં જરા પણ ઘસાતું લખનાર જૂનવાણી અને રૂઢિચુસ્તના વર્તુળમાં ધકેલાઇ જાય છે. ભલેને પછી એની વાતને નીતિ કે પરંપરાના ટેકે હાય ! ભલેને એ કથાનકા ધર્મગ્રંથમાંથી ઉદ્ધરવામાં આવ્યાં હાય ! કિવા સાહિત્યના સાગરમાંથી વીણી લેવામાં આવ્યાં હાય ! એ સામે ઊગતી પ્રજાના મોટા ભાગની—વિચારક ને શિક્ષિતપણાના છેાગાવાળા વર્ગની રાતી આંખ રહેવાની. કેટલાક તા તરત જ કહી દેવાના કે નારીજાતને હલકી ચિતરવાના–સદા ય તેને દબાયેલી રાખવાના ઇરાદાપૂર્વક કરાયેલેા આ પ્રયાસ છે!
એ વખતે સમાન હક્કના આ ઠેકેદારા પૂર્વ પુરુષાના નારીજાતિના ગારવસૂચક બ્યાના ભૂલી જાય છે. અર્ધાંગના જેવા બહુમૂલા શબ્દને કે વૃદ્ઘિની વૃમુચ્યતે। ’ જેવા મહત્તાસૂચક પદને વીસરી
'