________________
[૩૩૦ ]
પ્રભાવિક પુરુષે સખી! શેઠનાં આ વાક્ય મને ખરાં લાગ્યાં, તેથી મેં પણ મારું વર્તન ગુપ્ત રાખવાનું વચન લઈ કમાડ ઊઘાડી તેમને જવા દીધા. ત્યારપછી જાણે કંઈ બન્યું જ નથી એવી રીતે એ પ્રસંગ સ્મૃતિપટમાંથી ભૂંસી વાળે. આ વાત અંતરની સહચરી એવી તારી પાસે પ્રથમ વાર જ પ્રગટ થાય છે. મારા પતિને શેઠ સાથેનો સુહૃદુ સંબંધ પૂર્વવત્ ચાલુ છે. ફક્ત ત્યારપછી પુનઃ હું એ ઘર તરફ ફરકી જ નથી.”
અભયા–“સખી ! સાચે જ એ વણિપુત્ર તને આબાદ બનાવી ગયે.”
કપિલા–“મહાન સદાચારી ! આવો સમર્થ ઇંદ્રિયજયી મેં જીવનકાળમાં પ્રથમ વાર જ જોયે.”
અભયા–“એક વાણિયાની તે આટલી પ્રશંસા હોય ? ”
કપિલા–“તારી ચતુરાઈ છે ત્યારે જ પરખાય કે એ વાણિયાને પરાભવ પમાડે.
અભયા–“અહો! એમાં તે શી મોટી વાત છે? ”
આજના યુગમાં નારીજાતિના છળપ્રપંચ સંબંધી લખતાં બહુ વિચાર કરવો પડે તેમ છે, કેમકે જનતાનો મોટો ભાગ અને ખાસ કરીને ઊગતી પ્રજા એમ ચોક્કસ માને છે કે પુરુષવર્ગ તરફથી એ જાતિને ભૂતકાળમાં અતિશય અન્યાય થયો છે. સત્તાના જોરે, પુરુષપ્રધાનત્વના ધોરણે અથવા તો ધન પેદા કરી લાવી પિષણ કરવાની લગામ પુરુષના હાથમાં હોવાથી, પોતે ચાહે તેમ કરી શકે, પોતાના ઈસિત વિલાસમાં જરા પણ ક્ષતિ ન પહોંચવી જોઈએ એવા અભિમાનને લઈને જાતજાતના અંકુશ મૂક્યા છે. વિશેષમાં પુરુષવર્ગે નીતિશાસ્ત્રોનાં વચને