________________
શ્રેઢી સુદર્શન :
[૩૨૯] મિત્ર માટે મરી ફીટનાર એ શેઠે હાથમાંનાં કાર્યો પડતાં મૂકી તરત જ મારી સાથે ચાલવા માંડ્યું. હું પણ તેમને આગળ કરી, ઘર આવતાં કમાડ ઊઘાડી, તેમને ઉપર જવાનું કહી, પાછળ અંદરથી કમાડ બંધ કરીને હર્ષભેર ઉપર ગઈ અને તેમને શયનગૃહના પાછળના કમરામાં તેડી ગઈ. એ કંઈ પ્રશ્ન કરે તે પૂર્વે તેમની ઉપર મારો રાગ કેવી રીતે બંધાયે તે વર્ણવી દેખાડી, મારી મનોકામના પૂર્ણ કરવાની પ્રાર્થના કરતી ઊભી રહી.
ભગિની ! આ જાતની છેતરપીંડી કરવી તને શોભતી નથી.” એમ ઉચ્ચારતાં જ તે પાછા વળવા માંડ્યા. હું તરત જ દોડી તેમને વળગી પડીને કહેવા લાગી કે “જ્યારથી તમારું સ્વરૂપ મેં સાંભળ્યું છે ત્યારથી હું તમારી પાછળ દિવાની બની છું. આ સમય સાનુકૂળ છે. કઈ જાતની ભીતિ ધરવાપણું નથી, મારી જોડે આ શય્યા પર પધારી મારી કામવાળા શમા. મારી ઈચ્છા પૂર્ણ કર્યા સિવાય તમને અહીંથી ખસવા દેનાર જ નથી.” આટલું કહી તેમના શરીર સાથે કુચેષ્ટા કરવા લાગી.
સખી! સાચે જ કહું છું કે એમ છતાં ન તો તેમનું એક રૂંવાડું પણ ફરકયું કે ન તો તેમના મનમાં જરા પણ વિકારની છાયા ઉદ્દભવી.
ઠંડકથી એક જ ઉત્તર દીધે કે-“બહેન ! તારા પતિ પણ જે એક વાત જાણતા નથી અને મને કેઈને પણ જણાવવી ગ્ય લાગતી નથી તે ન છૂટકે આજે તારી પાસે કહેવી પડે છે. તારા આવા હાવભાવ અને ક્રીડાકેલિના પ્રયાસ છતાં મને કામનું ઉદ્દીપન જ થતું નથી, કેમકે હું નપુંસક છું. ભગિની ! એટલી કૃપા કરજે ને મારી આ વાત ગુપ્ત રાખજે. તારી આશા ભંગ થાય છે એ કરતાં પણ મારું આ દુઃખ મને વધુ સાલે છે. લાચારીથી એની જાહેરાત આજે કરવી પડી છે. વધુ જાહેરાત ન થાય એની તારે તકેદારી રાખવાની છે.”