________________
શ્રેણી સુદર્શન :
[ ૩૨૭ ] - કપિલા–“રાણીજી! તમારી આજની વિલક્ષણતાનું કારણ હવે જ માલુમ પડ્યું. પણ તમે કઈ મનેરમાની વાત કરી?”
અભયા–“વાહ! કેવી ભેળી ભટાક! અલી બ્રાહ્મણું! તું આ કળા કોની પાસેથી શીખી આવી? માત્ર ચંપાની પ્રજા જ નહિ, અરે ! અખિલ અંગદેશના વતનીઓ જ નહિ, પણ એ સિવાય મગધ, કલિંગ ને માલવ પર્વતની જનતા જેના સૌભાગ્ય તથા યશગાનથી માહિતગાર છે એ દંપતીનાં નામથી તું એકલી જ અજાણ હોવાનો દાવો કરે છે? તારા પતિના મિત્ર એવા શ્રેષ્ઠી સુદર્શનને શું તું ઓળખતી પણ નથી?” - કપિલા-“એમને વળી છોકરાં છે જ ક્યાં? તેમની સ્ત્રીનું નામ મનોરમા છે તે તો હું જાણું છું. હું ખાત્રીપૂર્વક કહું છું કે જ્યાં તે તમેએ દીઠેલા કુમારે કોઈ અન્ય લલનાના હશે અથવા તો તમે જરૂર મારી મજાક ઉડાવતાં હશે.”
અભયા–“કપિલા! આજે મારી ચક્ષુ ખુલી ગઈ. હું તને કાર્યદક્ષ સમજતી હતી, પણ તું તો સાવ ભેળી નીકળી! ખુદ મનોરમાને એક બે નહીં પણ છ પુત્રો છે. એ વાત માત્ર હું જાણું છું એમ જ નહીં, પણ મેં વસન્તમોત્સવ વેળા નજરે જોયેલા છે. એ કુમારે રૂપમાં દેવાને પણ ટપી જાય તેવા અને આકૃતિમાં આબેહૂબ સુદર્શનનાં પ્રતિબિંબ સરખા છે. એ છ પૈકીના નાના બે સાથે આજે મનોરમાને જતી નિરખીને મારા અંતરમાં વંધ્યત્વદશાની પીડા ઉદ્દભવી છે. એ વિચારો પાછળ મારું મન ભ્રમિત બન્યું છે. આજની મારી વ્યથાનું એ જ મુખ્ય કારણ છે.”
કપિલા“જુઓ રાજી! તમારી વાત સાચી જ હોય તો નકકી હું ઠગાણી છું. ખરેખર મૂખી બની છું. સુદર્શને પોતે જ મને કહેલું કે “તો નપુંસક છું.” એ શબ્દો સત્ય નહોતા, પણ છટકવાની બારીરૂપ હતા એમ હવે મને અત્યારે સમજાય છે.”