________________
[ ૩૨૬ ]
પ્રભાવિક પુરુષ : અભયા–“લહાવો? એને ક્યાં છે ? અને રાજમહાલનાં સુખ એ છે ઝાંઝવાનાં નીર જેવાં. દુનિયા ભલે માને કે પટરાણી જેવી સર્વ પ્રકારે સુખી લલને બીજી કઈ નથી! ચંપાપુરીની પ્રજા અભયાનાં સુખ જોઈ મેતીએ ચેક ભલે પૂરે અને વહાલી સખી કપિલા પણ એ સુખ અને લહાવાની અસૂયા ભલે કરે; છતાં એ સામે મારે એકરાર એ જ છે કે એ બધા મનસ્વી તરંગો છે, પરંતુ નારીજાતિ માટે માતૃત્વની પદવી એ જ ગરીયસી અને સર્વશ્રેષ્ઠ છે. એકાદા સુન્દર અભકવિહણે જેને ખોળે છે તેનાં અન્ય સુખે રાજમંદિરના વિલાને ટપી જઈ કદી સ્વગય હેય, તો પણ એની ગણના કંઈ જ નથી !
નીતિકાર વદે છે અને શાસ્ત્રકાર શાખ પૂરે છે કે “જે ઘરમાં, ધૂળકીડાથી જેનાં ગાત્ર મલિન થયાં છે અને જેની વાણી કાલીઘેલી અને તતડી છે એવાં નાનાં બાળકો રમતાં દષ્ટિગોચર નથી થતાં તે ઘર, સાચે જ ઘર નથી; પણ એને જંગલની ઉપમા ઘટે છે. કપિલા ! આ નીતરું સત્ય છે. આજે તો મને એનો સાક્ષાત્કાર સચોટપણે થયે છે. ઘણી યે વાર આ ઝરુખે ઊભી રહીને પ્રજાનાં જાતજાતનાં બાળકો પર મેં દષ્ટિ દેડાવી છે અને એ સુખ મને પ્રાપ્ત ન થવા બદલ ગ્લાનિ અનુભવી છે, પણ એ બધામાં આજના દશ્ય તો એટલી વ્યથા પ્રગટાવી છે કે જે વર્ણવવા હું અશક્ત છું. એ જોયા પછી મારી દશા ભાનભૂલી જેવી થઈ પડી છે.
પવિત્રહદયા મને રમાને જાણે અશ્વિનીકુમારની જોડી જ ન હોય તેવાં સુંદરાકૃતિ ને સ્વરૂપવાન બે બાળકો સહિત માગે જતી જોઈ ત્યારથી જ મારા અંતરમાં પ્રચંડ હાય ઊઠી છે. એ પ્રમદાના સુખ આગળ મારી આ ત્રિદ્ધિસિદ્ધિ કંઈ જ હિસાબમાં નથી. મારું અંતર પોકારી રહ્યું છે કે નગરી ચંપામાં એ દંપતીનાં સુખ આગળ રાજવી દધિવાહનની સંપત્તિ પાણી ભરે છે.”