________________
શ્રેષ્ઠી સુદર્શન :
[ ૩૨૫ ] “તો પછી મને સાચું કહે, શા વિચારમાં લીન બન્યા હતા? વિશ્વની લીલામાં, કિમતની વિચિત્રતામાં કે દેવની ગહન ગતિમાં?”
અભયા–“હેની ! કિસ્મતની વિચિત્રતામાં.”
કપિલા–“અહો ! શું આ વાત તમે આજે જાણું? અનાદિ કાળથી જેનું ચક અખલિત વહ્યા કરે છે અને એવા જ એક અનંત શબ્દથી જોડાયેલા કાળ સુધી જે ચાલવાનું છે તેની લીલા જેવાનો-એની વિચારણામાં મન પરોવવાનો વિચાર એકાએક આજે જ ક્યાંથી ઉપજ્યા ? જેની વિલક્ષણતા પર પાર ન આવે એટલા લેકે રચાયા છે અને જેને મહિમા ભલભલા મૂછ પર લીંબુ ઠેરવનારાને પણ ગાવો પડ્યો છે એવા દૈવ કે કિસ્મતને ઓળખવાની ફુરસદ આજે કયાંથી મળી ? ”
અભયા–“સખી આજે ઝરુખામાં ઊભી હતી ત્યાં ચક્ષુ સામે દેડતી ધરતી નીરખી એટલે મનરૂપી અશ્વ પાયગામાંથી છૂટ્યો.”
કપિલા–“એ પણ આશ્ચર્ય ને! મહારાણુ થયાને પાંચેક વર્ષો વીતવા આવ્યા છતાં નગરી ચંપાનો માર્ગ આજે જ નજરે ચડ્યો ! જ્યાંથી પ્રભાતકાળથી આરંભીને નિશાકાળની મધ્ય ઘટિકા સુધી હજારો નરનારીઓ પ્રતિદિન પસાર થાય છે એવા આ માર્ગ પરની વિવિધતા ને વિલક્ષણતાનું શું કહેવું? કર્મરાજની ગહન શેત્રુંજના એ પ્યાદાઓ વૈવિધ્ય દાખવે એમાં નવાઈ પણ શું હોય ? જેનું નિરીક્ષણ કરતાં ભલભલા સંતપુરુષે થાકી ગયા અને વનના પંથે પળ્યા, એનું મંથન કરવામાં તમારા સરખી કેમલાંગીને કર્યો આનંદ મળવાનું છે? અન્ય પ્રકારે મનને બહેલાવાનું છોડી, ખાલી એ કમની જાળ ઊકેલવામાં શા સારુ પડવું જોઈએ? પ્રાપ્ત થયેલ સમૃદ્ધિને યથેચ્છ લહાવો લેવો એ જ મારી દષ્ટિથી તમારા જીવનને અનુપમ આનંદ જણાય છે.”