________________
[૩૨૮]
પ્રભાવિક પુરુષ : અભયા- “કપિલા ! એ વાત મને અથથી ઇતિ સુધી કહે તો સમજણ પડે. તારી હાંસી કરનારને જરૂર હું નશિયત પહોંચાડીશ.”
કપિલા-“ સાંભળે ! પ્રસંગ એમ બન્યો હતો કે એક વેળા અમે દંપતી શરદની ચાંદનીમાં અગાસી ઉપર બેઠાં હતાં, તે વેળા મારા પતિને સહજ મેં પ્રશ્ન કર્યો કે “ હમણું તમને ગૃહે આવતાં વિલંબ કેમ થાય છે? ' | મારા પતિએ કહ્યું: “ પ્રિયા આજકાલ સુદર્શન શેઠ જોડે મારી બેઠક વધુ થાય છે અને જ્ઞાનગોષ્ઠીમાં અમારો સમય કેવી રીતે આનંદપૂર્વક વીતી જાય છે તે જણાતું પણ નથી.” આવો મારા વાલમને જવાબ હતો. એ ઉપરાંત તેમણે ઉચ્ચારેલું કે
એવા ભાગ્યશાળી નરનું તે શું નામ પણ સાંભળ્યું નથી?” આમ કહીને પછી તરત જ નિમ્ન શબ્દોમાં તેમનું વર્ણન શરૂ કર્યું.
રૂપમાં કામદેવ, વાણી વદવામાં વાચસ્પતિ, બુદ્ધિમાં ભલભલા પંડિતોને ટકકર મારે તેવ, તેજસ્વિતામાં સૂર્યને પણ ટપી જાય એ અને શીલવંતોમાં શિરોમણિ મારે તે મિત્ર ખરેખર એક નિષ્કલંક ને સદાચારી પુરુષ છે.
સખી! એ શ્રવણ કરતાં જ મારા મનમાં એ શેઠ પ્રતિ રાગ જન્મે. ત્યારથી મારું મન વિëળ બન્યું. કોઈ પણ રીતે એક વાર તેની સાથે પ્રસંગ પાડવાની વૃત્તિ જેર કરવા લાગી.
એક દિવસ મારા પતિ બહારગામ ગયેલા. તે ત્યાં બે દિવસ રેકાવાના હતા. તે તક સાધી, નિશાકાળ થતાં હું સુદર્શન શેઠને ઘેર પહોંચી ગઈ અને ગળગળા સાદે જાણે કે દુ:ખથી બરાબર બેલી પણ શકતી ન હોઉં તેવો ભાવ ભજવી “તેમના મિત્ર અર્થાત્ મારા પતિ એકદમ સખત માંદગીમાં પડ્યા છે ને તમને એકાએક બોલાવે છે.” એમ જણાવ્યું.