________________
કુમાર નંદિષેણ :
[૨૫] કરીને સાધતી. એની અનુભવથીના અકેક ફકરાએ કેટલાય આત્માઓને અલ્પ સમયમાં જ સંયમ ઉસુક બનાવેલા. લોકોક્તિ તો એ છે કે-જાતે આચરી બતાવે ત્યારે જ બીજાને એની અસર થાય, છતાં અહીં તે આશ્ચર્યજનક વાત રોજની થઈ પડી કે વિવિધ પ્રકારે વિલાસયુક્ત જીવન જીવતા પ્રેમી યુગલની સમજાવટથી દશ, દશ આત્માઓ સંસારને અસાર ગણી ચાલી નીકળતા. કપિલ જેવો પ્રશ્નકાર મરિચીને મળે તેમ અહીં બાર વર્ષની અવધિના છેલ્લા દિવસ સુધી કેઈ ન જ મળે. આમ પતિતોએ સંખ્યાબંધને પડતા બચાવી ઊંચે ચડાવ્યા.
પાના પુસ્તકે નોંધ નંદિષણના નામે ચઢી છે છતાં વેશ્યાની સંપૂર્ણ અનુકૂળતા વિના એ આકરી પ્રતિજ્ઞા ન જ ફળવતી થાત. અહીં એક વાત જરા પણ વિસ્મૃત થવા દેવી ન ઘટે કે, વેશ્યાગૃહે રતિવિલાસમાં લયલીન બનેલ નંદિષેણ સાધુજીવનની સૈરભ કે એની નિયમાવળી અભરાઈ પર ચઢાવ્યા છતાં “ભવિતવ્યતા” જરા પણ ભૂલ્યા નહોતા. ગુપ્તપણે એ વિધિ કે ચમકારે દેખાડે છે એની માર્ગ પ્રતીક્ષા કરતાં છતાં આવેલ પરિસ્થિતિને ન્યાય આપી રહ્યા હતા. બાર વર્ષના સંપર્કથી–ભિન્ન દિશામાં જેમનું સામર્થ્ય ખરચાયેલું છે એવા આત્માઓના મરજીયાત સંગથી–ઉભય વચ્ચે ખુલ્લા મનથી ઘણા ઘણા સવાલોનું નિરાકરણ અને કેટલા ય વિશિષ્ટ તાનું સ્પષ્ટીકરણ થઈ ચૂકયું હતું. પ્રારંભકાળની વેશ્યા અત્યારે પણ એ જ નામે ઓળખાતી હતી છતાં ચારિત્રમાં ઘણી રીતે બદલાઈ ગઈ હતી. એના હૃદયમાં પાપના પાયશ્ચિત્ત તરીકે આજીવન બ્રહ્મચર્ય ધરવાના કેડ જમી ચૂક્યા હતા, પણ નંદિષેણ જેવા રસિક ને શક્તિસંપન્ન નેહ એને અમલ કરવા જેટલી ધગશ નહોતી પ્રગટવા દેતો. રાગના બંધન લોખંડની શૃંખલા કરતાં પણ વધુ કાતિલ ને કષ્ટદાયી હોય છે.