________________
[ ૩૨૦ ]
પ્રભાવિક પુરુષા :
જાણે હજી ગઇકાલે જ એ પ્રસંગ ન મન્યેા હાય ? એમ સારું ય દૃશ્ય ચક્ષુ સમીપ તરવરવાનું ! લગભગ પચીશ દાયકા પૂર્વે ના આ બનાવ પાટલિપુત્ર યાને આજનું પટણા જોતાં તાજો થાય છે. એના ગુલઝાર માગ તરીકે ઓળખાતા ભાગમાં, નાનકડા સરાવર કિનારે આવી રહેલી દહેરી હૃદયના તાર ખડા કરે છે. • સુદêન મુનિ આ સ્થાને કાળધર્મ પામ્યા હતા. ’ એવુ શ્રવણુ કરતાં મન વિદ્યુત્ ગતિને પણ ટક્કર ખવરાવે તેટલી ઝડપે ભૂતકાળના ઇતિહાસમાં સરી જાય છે. આજે આ સ્થાને સમીપમાં બીજી પણ એક દહેરી છે અને તે પણ એવા જ, છતાં વિલક્ષણ જીવનવાળા પ્રભાવિક પુરુષની છે. તેમનુ નામ મહાત્મા સ્થૂળ ભદ્રજી છે. ઉભયના સમય વચ્ચે લાંબુ અંતર છતાં કુદરતી રીતે આ સ્થળમાં દહેરીઆના યાગ થયા છે. પટણામાં જૈનધર્મીને પગ મૂકવાનું જો કાઇ પણુ આકર્ષણુ હાય તેા આ દહેરીયુગલ રૂપી લેાહસુખક જ છે.
"
સ્થૂલભદ્ર માટે પટણામાં સ્મૃતિચિહ્ન હાય એ સ્વાભાવિક છે. એ જ તેની માતૃભૂમિ હાવાથી ત્યાં ઊભું કરાયેલ સ્મારક વાસ્તવિક પણ છે, પરંતુ સુદ ન શેડ માટે આ સ્થળ શા માટે ? આવે! પ્રશ્ન અસ્થાને નથી જ. જનતાને માટે ભાગ શૂળીમાંથી સિંહાસન ” થયું, અર્થાત્ સુદર્શનના માટે ઘેરાયેલ વિપતુ વાદળ શિયળપ્રભાવે વીખરાઇ ગયું ત્યાં સુધી જ જાણે છે. એટલામાં જ સુદર્શન માટેનુ બહુમાન પૂ`પદે પહોંચે છે. રાણી અભયા પલાયન કરી ગઇ એટલે કથાનક પૂરું થાય છે એમ માની લે છે. કેટલાક પુસ્તકામાં એટલેથી જ સમાપ્તિ થયાનું જોવામાં આવે છે, પણ સુદન જીવનના પ્રાંતભાગે સાધુ થયા છે. વિચરતા વિચરતાં પાટલિપુત્રમાં આવી ચઢે છે. મરણાંત ઉપસર્ગ થાય છે. પેલી નાશી ગયેલી અભયા એમાં મુખ્ય ભાગ ભજવે છે. એ અનાવ સાથે વમાન દહેરીના અકાડા સંધાયેલા છે.