________________
શ્રેષ્ઠી સુદર્શન
पालयन् दर्शन शुद्धं, शीलं च मुक्तिसौख्यदम् । मुक्तिं गच्छति भव्याङ्गी, सुदर्शन इवादरात् ॥
અહા! ટૂંકાણમાં માત્ર ગણત્રીને શબ્દોમાં–શ્રી ભરતેશ્વર બાહુબળી વૃત્તિકારે, પ્રાતઃસ્મરણીય નરનારીઓનાં જીવન આલેખતાં, શ્રેષ્ઠી સુદર્શનની મુક્તિસાધના દર્શાવતાં ટૂંકી છતાં કેવી સુંદર પીઠિકા બાંધી છે? એ લોકમાં જ માત્ર સુદર્શન શેઠની સાધના દર્શાવી સંતોષ ન માનતાં, સાથે સાથે પ્રત્યેક આત્માને સ્પષ્ટ દર્શાવી દીધું છે. વ્યવસાયરક્ત, વ્યવહારદક્ષ અને વણિકકળાકુશળ વૈશ્યસંતાનોને ખાસ ઉધન કર્યું છે કે-દર્શન યાને સમ્યકત્વ, શીલ યાને આચારની શુદ્ધિ કે પવિત્રતા અથવા તો નિશ્ચળતા જાળવશે તો તમારે ક્ષત્રિયવૃત્તિની તેજસ્વિતા કે દ્વિજવર્ગસમ જ્ઞાનાર્જનની જરૂર રહેવાની નથી. ઉક્ત ગુણબેલડીના જોરે શિવસુંદરી તમારા બારણા ઠેકતી-રૂમઝુમ કરતી આવવાની છે. સુદર્શન શેઠનું જીવન એ વાતના પ્રત્યક્ષ પુરાવારૂપ છે.
માત્ર સમ્યગદર્શનના માહાઓથી, એ મહાગુણમાં પ્રાપ્ત કરેલી અડગતાથી, રાજવી શ્રેણિકે પિતાનામાં તથાવિધ જ્ઞાન કે ચારિત્રને સદ્ભાવ ન હોવા છતાં, તીર્થકરપદની સાધના કરી એ વાતથી કેણ અજાણ છે ?
એ જ પ્રકારે માત્ર બ્રહ્નચર્યના તેજથી મુક્તિલલનાના આવાસમાં પગ મૂકનાર નારદજીનું નામ કેણ નથી જાણતું ? પરસ્પરને લડાવવા કે કંઇના કંઈ કારણ જન્માવી કલહનાં આંધણ મૂકાવવા એ જાતના કુતૂહલમાં સારું ય જીવન વીતાવવું એ જાતની વૃત્તિને દુનિયા “નારદવેડા” કે “નારદવૃત્તિ' થી