________________
પુણિયા શ્રાવક :
[ ૩૧૭ ]
“ રાજવી શ્રેણિક ! તું મારા આશય હજી પણ સમજી શકયા નથી. શુભ કે અશુભ કરણી એ આત્માની મરજીઆત વસ્તુ છે, એમાં મળજખરી ચાલી શકતી નથી. વળી એની ફળપ્રાપ્તિ-ક્રિયા કરનાર આત્માના અધ્યવસાય પર નિર્ભર છે. બાહ્ય પ્રયાગાથી નથી મેળવી શકાતી કે નથી એના અદલાબદલા કરી શકાતા. તેથી તેા એ કહેવત પ્રચલિત છે કે ‘ કરે તેવુ` ભાગવે અને વાવે તેવુ લણે ' તે પૂર્વે ગ વતી હરણીને શરથી વીંધી નાંખી જે અશુભ કર્મ ઉપાન કર્યું છે તે એવું નિકાચિત છે કે એના છૂટકારા ભાગવ્યા વિના થનાર નથી. મેં જે ઉપાય દાખવેલ તે પણ માત્ર તારા સાંત્વન અર્થે જ, બાકી જ્ઞાનખળથી હું જાણુતા જ હતા કે કાળસારિક કે કપિલા પેાતાના પરિણામ અલવાના નથી. એ આત્માએ અભવ્ય છે.”
“ તેા પછી આપ સરખાનું શરણુ મળ્યા છતાં મારે નરકમાં જવાનું તા ખરું જ ને ? ”
“ એમાં શંકા જેવું નથી, હાણુહાર મિથ્યા કરી શકાતું નથી. પાંચ સમવાયના ખળે વિશ્વનું નિય ંત્રણ થયે જાય છે. પણ તું શા સારુ ખેદ ધરે છે? કરેલું ભાગવવાનું છે. એ સમતા સહુ ભાગવવાનું પરાક્રમ દાખવ. તીવ્ર કસેાટી અને આકરી તાપણી વિના આત્મા નિર્મળ કયાંથી થાય ? મુંઝાઇશ નહીં, દુ:ખ પછી સુખ આવશે જ. પહેલી નરકમાંથી ૮૪૦૦૦ વર્ષે નીકળી મારા સરખા તીર્થકર તું. આ ભરતમાં જ થઇશ. અવસર્પિણી કાળના હું છેલ્લા છું જ્યારે તું ઉત્સર્પિણી કાળના પહેલા તીર્થંકર થઇશ. અલબત્ત, એ સમય પૂર્વે હું ને શ્રાવકવર પુન્ય તા આ ફાની દુનિયામાંથી સદાને માટે સિધાવી ગયા હશું, પરંતુ ચાદ રાજલેાકના પ્રાંત ભાગે રહ્યા છતાં અમારી જ્ઞાનદિષ્ટ જરૂર પદ્મનાલ તી પતિના શાસનકાળ તરફ હશે જ.
,,
66