________________
પુણિયો શ્રાવક :
[૩૧૫] સહજ વાત છે” એમ કહી પ્રભુને વંદન કરી હું ત્યાંથી ચાલી નીકળે. શ્રેષ્ટિવર્ય પુન્ય ! આ એક દિવસ આજે સાંપડ્યો છે. કસાઈ અને દાસીને શરત પ્રમાણે કામ ઍપાણ પણ તે તેમણે કર્યો નથી. હવે તમારી સંમતિની જરૂર છે. તમે જે સામાયિકનું ફળ મને આપો તે મારું દુઃખ ટળે. કહો, તમારે એ માટે શું જવાબ છે?”
“મહારાજ ! આપ સામ્રાજ્યના સ્વામી હોઈ મારા મુરબી, સ્થાને છે. વળી એક જ ધર્મના અનુયાયી હાઈ સ્વમીંબંધુત્વને નાતો પણ ધરાવો છે. એક સામાયિકનું ફળ આપવાથી આપના મનોરથની સિદ્ધિ થતી હોય તો તેમ કરવા હું તૈયાર જ છું. શુદ્ધ રીતે સામાયિક કરી જાણું છું. ફક્ત નથી જાણતો તે કે એનું શું ફળ બેસે છે? તેમ એ અન્યને કેવી વિધિથી દઈ શકાય? વળી કેવળ આત્મશ્રેયની અભિલાષાથી સામાયિક જેવી પવિત્ર કિયા કરતી વખતે મેં કાંઈ પણ ફળની અપેક્ષા અદ્યાપિ સુધી રાખી નથી, એટલે જેમણે એ માર્ગ દાખવ્યું છે તેમની પાસે ગયા સિવાય એનું વિધાન જડવું અશક્ય ને અસંભવિત છે.”
તો પછી ચાલ મારી સાથે. પિળ બહાર વાહન તૈયાર જ છે. પ્રભુશ્રી વીર પાસે પહોંચી જઈ એને ખુલાસો મેળવી લઈએ. સર્વજ્ઞ એવા શ્રી વર્ધમાનસ્વામી આંગણામાં જ બિરાજે છે ત્યાં શાને વિલંબ કરે ?”
ગાડીમાં પિતાની બાજુમાં પુન્યને બેસાડી મગધના સ્વામી ભંભાસાર સમવસરણની ભૂમિ પ્રતિ સિધાવ્યા ત્યારે પિળવાસીમાંનાં રહ્યાસહ્યાની શંકા પણ ઓગળી ગઈ અને એક સામાન્ય દેખાતા વૃદ્ધશ્રાવકની સામાયિક ક્રિયા કેવી મહત્તાભરી છે એને એમને કંઈક ખ્યાલ આવ્યો. ત્યારે જ એ ચેખું સત્ય ઘણાને સમજાયું કે ધર્મને વાસ આડંબર કે ધામધુમમાં નથી પણ નિરવ શાંતિમાં અને સમતાપૂર્વકની કરણીમાં સમાયેલ છે