________________
[૩૧૪]
પ્રભાવિક પુરુષો : ઘોર દુઃખોની શી વાત કરવી ? કેવળ સ્મરણમાત્રથી પણ દેહ કંપી ઊઠે તેમ છે!”
હે પુન્ય! આ સાંભળતાં જ મારા મોતીઆ મરી ગયા. ક્યાં મગધના સ્વામી તરિકેની છદ્ધિસિદ્ધિ અને ક્યાં નરકની યાતના? આ તે કેવો વેગ ! ઊંચા શિખર પરથી ગબડીને ઊંડી ખાઈમાં હડસેલાઈ જવાનું. શ્રાવકવર પુન્ય! હું સાચું કહું છું કે પ્રભુના એ સ્પષ્ટીકરણ બાદ મારા હૃદયમાં એવું તો મંથન થઈ રહ્યું કે મને બીજી કોઈ વાતમાં રસ ન પડ્યો.
દેશનાની સમાપ્તિ થયા બાદ તરત જ શ્રી વીર પાસે હું દોડ્યો. તદ્દન નમ્ર બની જઈ એક જ પ્રશ્ન કર્યો કે “આપ જેવા સ્વામી માથે છતાં શું મારે નરકમાં જવાનું ? “સરણદયાણું અને અભયદયાણું પદ સાર્થક કરી બતાવે. ‘જગથ્થવાહ!” સાચો રાહ બતાવે. મારે કર્મની આંટીઘૂંટી સમજવી નથી, પૂર્વકરણનાં પુરાણ ઊકેલવાં નથી, ભૂતને ભૂલી જઈ કેવળ વર્તમાન જ છે. ભાવી સુધરે એ ઉપાય સત્વર બતાવે. હજુ કંઈ બગડી ગયું નથી, એ ગતિ ટાળવા સર્વ કંઈ કરી છૂટવા હું તૈયાર છું. આપ તરેલા છે ને બીજાને તારી શકે છે, તો મારી પ્રાર્થના છે કે “બિગડી સુધારે સુભાગી.”
“મારી પ્રાર્થના નિષ્ફળ ન નિવડી. એ દયાના સાગરે સાકર કરતાં પણ અતિ મીઠી વાણીવડે જણાવ્યું કે “તારી કપિલા દાસી એક દિવસ સુપાત્રને દાન આપે, અથવા કાળ સૈકરિક એક દિવસ માટે પાડાને વધ બંધ કરે અથવા પુણિયે શ્રાવક એક સામાયિકનું ફળ તને આપે તે રાજન્ ! નરકનું ગમન દૂર જાય.”
જેમ સૂકાયેલું વૃક્ષ વર્ષના વારિથી નવપલ્લવિત બની જાય તેમ મારા દેહમાં પુન: નવશક્તિનો સંચાર થયો. નિરાશાનું વાદળ ભેરાઈ ગયું. આશાને દીપક પ્રકાશી ઊડ્યો. “એ તે