________________
[ ૩૧૬]
પ્રભાવિક પુરુષો : ધર્મનાં મૂલ્ય દ્રવ્ય કે સંપત્તિના માપે નથી અંકાતાં પણ અંતરની શુદ્ધિ અને પરિણામની ધારા પરથી જ અંકાય છે.
જ્યાં કેવળ અહિંસાદેવીનું એકછત્ર સામ્રાજ્ય વિસ્તર્યું છે એવા શ્રી મહાવીરદેવ સમીપ પહોંચી વિધિયુક્ત વંદનપૂર્વક એક બાજુ બેસતાં જ ભૂપ શ્રેણિકે હિમતવદને ઉચ્ચાર્યું કે
ત્રિકના સ્વામી! જ્ઞાતનંદન પ્રભુ! આપશ્રીએ દર્શાવેલા ત્રણ કાર્યોમાંનાં બેનું પરિણામ તો સારું આવ્યું નથી; છતાં સત્તાથી અમલ કરાવ્યું છે અને ત્રીજી વિધિ માટે શ્રાવકવર પુન્યને સાથે જ લાવ્યો છું. હવે તો તેને કહીને મારું નરકગમન ટાળવા કૃપા કરે.”
ચૌદ રાજલકના દરેક બનાવ જેમના કેવળજ્ઞાનરૂપ અરિસામાં સ્પષ્ટરૂપે દષ્ટિગોચર થઈ રહ્યાં છે ત્યાં ભંભાસારની પ્રસ્તાવનાની શી જરૂર હોય? છતાં કડવો ઘૂંટડો એકદમ ગળે ઉતરાવવો યોગ્ય ન ધારી પ્રસન્નવદને શ્રી મહાવીરદેવે જણાવ્યું કે
રાજન ! શરતની પૂર્ણતા વિના નરકગમન કેવી રીતે ટળવાનું હતું? વળી તારી રીત શરતપૂર્તિને ગ્ય ન ગણાય. કાર્યસિદ્ધિ પ્રેમભાવે જ થઈ શકે, એમાં બળજબરી કામ ન આવે. કાળકરિકને બાંધી કૂવામાં ઉતારવાથી પાંચ સો પાડાને વધતું અટક્યો ગણે છે? ગણતો હોય તો પણ સમજી રાખ કે એ માત્ર દ્રવ્યથી જ, ભાવથી નહિ. એ કસાઈએ પાણીમાં રહ્યાં થકાં પાણુંમાં પાડાનાં ચિત્રો કાઢી પિતાનો વધ કરવાનો નિયમ જાળવ્યો છે અર્થાત્ મનથી હિંસા છોડી નથી. કપિલાદાસી સ્વેચ્છાએ ક્યાં દાન દે છે? તારી ભીતિથી જે ક્રિયા કરે એથી યે લાભ?”
ભલે આપ સાહેબની નજરે એ બે આત્માઓ મનથી મને સાથ નથી આપતા પણ મહાશય પુન્ય તો રાજીખુશીથી સહકાર આપવા તૈયાર છે. આપ ઉપાય બતાવો એટલે કામ સરે.”