________________
શ્રેષ્ઠી સુદર્શન :
[ ૩૨૧ ]
એ આંકડા ઊકેલવા સારું પ્રથમ ચંપાપુરી તરફ દિષ્ટ કરવી પડશે. વૃત્તિકારના શબ્દોમાં શરૂઆત નિમ્નરીતે કરવામાં આવે છે.
भरतखण्डे चम्पापुरी नामा नगरी विद्यते । तत्र रणसिंहभूपपुत्रो दधिवाहनराजा राज्यं न्यायाध्वना पालयामास । राधावेधसाधनेन राज्ञा अभयादेवी परिणीता ॥
સુદર્શનનું કથાનક આલેખતાં ઉપરના શબ્દો ટાંકવાની જરૂર એટલા સારુ પડી છે કે એમાં રાજા દધિવાહનનું નામ છે. પરમાત્મા મહાવીરદેવની વિદ્યમાનતામાં ચંપામાં દધિવાહન રાજાનું રાજ્ય હતું એટલું જ નહિ, પણ એ રાજવી ચેટકરાજાના જામાતા હતા. ચેટકતનયા પદ્માવતી એની પ્રથમ રાણી હતી કે જે પ્રત્યેકબુદ્ધ રાજર્ષિ કરકડુની માતા હતી. ખીજી રાણી ધારણી હતી. જ્યારે શતાનીકે ચંપાનગરી પર હલ્લા કર્યા ત્યારે પુત્રી સહિત એક સૈનિકના હાથમાં તે સપડાણી હતી અને સૈનિકે તેણીને પાતાની પત્ની બનાવવાના ઇરાદો જાહેર કરતાં જ તેણીએ આપઘાત કરી પ્રાણની આહૂતિ આપી શીળવ્રતની રક્ષા કરી હતી. એની પુત્રી તે વસુતિ ઊર્ફે ચંદનબાળા. ત્રીજી રાણી કે જેની સાથેનું પાણિગ્રહણુ ઉપર્યુક્ત પ્રસંગેા પછી રાધાવેધ સાધીને રાજવી દધિવાહને કર્યું હશે તે ચાલુ વાર્તામાં અગત્યને ભાગ ભજવનાર રાણી અભયા. ઐતિહાસિક દૃષ્ટિએ આ સંકલના વાસ્તવિક છે કે એમાં કંઇ વિકૃતિ છે એ જોવાનું એ વિષયના અભ્યાસીઓનું કામ છે. માકી કેટલાકાએ પદ્માવતીનું બીજું નામ ધારણી હતું એમ લખી જે ગૂંચવાડા ઉત્પન્ન કર્યાં છે તે કરક હૈં ચરિત્ર વાંચતાં લેશમાત્ર ટકી શકે તેમ નથી. પ્રત્યેકબુદ્ધચરિત્રમાં એની ચાખવટ કરેલી છે. અસ્તુ. પ્રાપ્તવળજ્ઞાનનુંર્ીનઃ એ વચનાથી પણ એટલું તેા નિશ્ચિત
૩૭