________________
પુણિયા શ્રાવક :
[ ૩૦૭ ]
પથ નિર્મળ મનાવવા પ્રયાસ સેવે છે. આવા સુંદર જીવનની મીઠી સારભ આસપાસ પણ પથરાય છે. ધણી ધણીઆણી વચ્ચેના દૃઢ મેળ ને અનુરાગ સિવાય આવું જીવન શક્ય પણ નથી.
“ મૂળ વાતથી હું જીદે ચીલે ચઢી ગયા, છતાં મારા કહેવાના સાર તેા એટલેા જ છે કે એને પત્નીમાં પ્રશંસનીય સ્નેહ વર્ત છે. એક દિવસ પરમાત્માની અમૃત વાણી શ્રવણ કરી, પુન્યે ઘેર આવી, એ સર્વ પોતે તેણીને કહી સંભળાવી અને પાતે જે વ્રત સ્વીકાર્યું હતું તેવું તેણીએ પણુ ગ્રહણ કરવું એ વાત દલીલથી ઠસાવી દીધી કે જેથી બીજે જ દિવસે શ્રીમતી પ્રભુ સન્મુખ પહોંચી ગઇ અને પ્રતિદિન સામાયિક કરવાને નિયમ સ્વીકાર્યા. એ દૃંપતીના સામાયિકને ખ્યાલ નજરે જોયા વિના ન આવે. નિરવદ્ય ‘રૂ’ ની પૂણીએ બનાવી, એ દ્વારા નિર્વાહ કરવા અને એ આના મળી રહેતાં ઝાઝા લેાભ ન કરતાં બાકીના સમય આવતા ભવની તૈયારીમાં ખરચવા એ ચેાળમજીના રંગે રંગાયેલાનું કામ છે. એમાં સાચી વીરતા છે. ” યશપાળનું લાંબુ છતાં જાણવા જેવું વણુ ન સાંભળી સા આશ્ચર્ય પામ્યા, ત્યાં તો શ્રેણિકમહારાજની સ્વારી પણ આવી પહોંચી.
મહારાજે ગાડી ઊભી રખાવી. પ્રજાજનના નમસ્કાર ઝીલતા, માત્ર બે અંગરક્ષકને સાથે રાખી પેાળમાં પ્રવેશ કર્યો. જેમના હૃદય શ કાશીલ છે તેએ તેા કઇ કઇ શ ંકાના વમળમાં ચકરાવા લેવા લાગ્યા. જાતજાતની કુશંકાએ મહારાજના આગમનને અંગે કરવા લાગ્યા. પુણિયાનેા શું દેષ હશે? એના અનુમાન આંધવા લાગ્યા. વળી એકાદ એ શ્રીમંતને વિચાર થઇ આવ્યે કે એ તૂટીફૂટી મેડી આગળ તે મગધેશ્વરને છાજે તેવું બિછાનું પણ કાંથી હશે; માટે તરત જ નાકરને આજ્ઞા કરી ગાલીચા પણ મંગાવ્યા. કેટલાક તેા જાણે આગેવાન હેાય તેવી રીતે