________________
પુણિય શ્રાવક
[૩૧૧] આત્મા કરે છે તેને જ ભેગવવાનું હોય છે. એ કંઈ કયવિક્રયની વસ્તુ નથી. ફળપ્રાપ્તિને આધાર ક્રિયાશીલ આત્માના પરિણામ પર અવલંબે છે અને પરિણામ એ કંઈ લેણદેણ કરી શકાય તેવી ચીજ નથી.”
“મહારાજ ! આપને માટે આ સેવક જાન કુરબાન કરવા તૈયાર છે, છતાં સામાયિકનું ફળ દેવાની વિધિથી તદ્દન અજાણ છે. હજી સુધી એના કાને પણ નથી પડ્યું કે ધર્મક્રિયાનું ફળ અન્યને દઈ શકાય છે. ”
મહાનુભાવ! તમારે મૂંઝાવાની જરૂર નથી. આ કંઈ મારા અંતરમાંથી ઉપજાવેલ તુકકો નથી. આ તો પ્રભુશ્રી મહાવીરદેવની સૂચના અનુસાર પ્રયાસ છે. એ પાછળ મારું ભવિષ્ય ગુંથાયેલું છે. સાંભળો:–
એકદા પરમાત્મા મહાવીરદેવની પર્ષદામાં બેસી સંતાપ હરનારી વાણી હું શ્રવણ કરી રહ્યો હતો ત્યાં એકાએક કઈ કેઢીઆએ આવી પ્રભુના દેહનો સ્પર્શ કર્યો અને પોતાના અંગ પરના પાસેથી પ્રભુના દેહને ખરડવા લાગ્યા. આ જોતાં જ ગુસ્સાથી મારું અંગ ધ્રુજી ઊઠયું, નેત્રે લાલચોળ બની ગયાં, ઊઠીને પાંચ સાત તમાચાં ખેંચી કાઢવાનું મન થયું. ત્યાં તે એ ધૃષ્ટ આદમીએ પિતાની એ અપવિત્ર લીલા બંધ કરી. એવામાં પ્રભુને છીંક આવી એટલે “મર” એ ઉચ્ચાર કર્યો. અભયકુમારને છીંક આવતાં “મર ચા જીવ’ કહ્યું. છીંકનો સ્વભાવ છે કે એ આવે છે ત્યારે પડઘો પાડતી આવે છે અર્થાત એકને આવતાં જ અન્યને પણ આવવા માંડે છે. એવી જ રીતે મને અને કાળસેકરિક( કસાઈ)ને પણ આવી, અને તરત જ પેલે કેઢીએ અનુક્રમે બોલી ઊઠ્યો “મા મર” “મા જીવ મા મર.”
ધર્મ પ્રરૂપકની પિયૂષ દેશના વચ્ચે સભાસ્થાન જેવા પવિત્ર