________________
પુણિ શ્રાવક :
[૩૦૯ ] તો મેં કોઈ જાતનો હુકમ કાઢ્યો કે નથી તો કઈ પ્રકારની આજ્ઞા આપી; તેથી આજ્ઞા–ભંગને પ્રશ્ન જ સંભવતો નથી. તમારા પતિ સુખેસમાધે ભલે સામાયિક કરે. એટલે સમય હું રાહ જેતે અહીં બેસીશ. જે તમને વાંધો ન હોય અને તમારા પતિની ધર્મક્રિયામાં એથી કંઈ અગવડ આવવાને સંભવ પણ ન હોય તો મારી ઈચ્છા તેમને નજરે જોઈ લેવાની છે. પરમાત્મા મહાવીરદેવે જે આત્માના સામાયિકની સ્વમુખે પ્રશંસા કરી છે એ નયને જોવાનો લાભ સાંપડ્યો છે તો શા સારુ જતો કરે ?”
મહારાજ ! સુખેથી પધારે. દાદર ચડતાં જ આપ સાહેબ એમને પૂર્વ દિશા સન્મુખ સામાયિક લઈ બેઠેલા અને સમભાવમાં લીન થયેલા જેશે.”
શ્રેણિક ભૂપાળે એક સામાન્ય વ્યક્તિને એકતાર બની સમતારસનું પાન કરતી નિહાળી ત્યારે એના હદયમાં જે હર્ષોન્માદ પ્રગટ્યો તે એટલો જોરદાર નિવડ્યો કે એને બહાર પ્રગટ કરવાની અનિચ્છા થતાં હોઠ ઊઘડી ગયા અને બેલી જવાયું: “ ધન્ય મહાતમા '
લોકસમુદાય તો એક સામાન્ય વણિકને ત્યાં મગધેશને આમ રાહ જોતાં બેઠેલા જોઈ વિસ્મય થઈ ગયે. પુણિયા શ્રાવકનું આવું મહત્વ અત્યાર પૂર્વે ખૂદ એના પડોશી પણ નહોતા પારખી શક્યા તે પછી મહોલ્લાવાસી કે બહારની જનતાનું શું કહેવું? અડગ વ્રતધારી આ શ્રાવકને એક રાજવીના આગમનની પણ કંઈ પરવા નથી, એ જોઈ લોકોને પણ એને માટે બહુમાન પેદા થયું. એનામાં રહેલ અમાપ સત્ત્વને ખ્યાલ આવ્યા. આવા અનુપમ સત્ત્વશાળીની ભગવાન પણ પ્રશંસા કરે એમાં શી નવાઈ ? અડગતા, દઢતા કે વીરતાનો ઈજારે ઓછો જ કેઈને અપાયે હોય છે? આવા સત્ત્વશાલીઓના પ્રભાવથી જ પૃથ્વી રત્નગર્ભા કહેવાય છે.