________________
બન્યા. સાથ તરણાના ચારના
[૩૧૦]
પ્રભાવિક પુરુષ : સામાયિકની પૂર્ણાહૂતિ થઈ. પુન્ય શ્રાવક દાદર ઊતરી નીચે આવ્યા. પિતાના ગરીબ ઘરમાં એક મહાન દેશના સ્વામીને પધારેલા નીરખ્યા. પિતાને માટે રાહ જોતાં ભાળ્યા; એથી આશ્ચર્ય પણ થયું. નમસ્કાર કરી વિનય જાળવ્યા અને નમ્રભાવે આગમન કારણ પૂછ્યું.
માનવવંદ એક કાને એ સાંભળવા આતુર બન્યું. મનગમતા ગપાટા હાંકનારના મેતીઆ કયારના ય મરી ગયા હતા; છતાં ડૂબતો માણસ તરણાને પકડે તેમ એ પણ સાંભળવા આતુર બન્યા. રાજવી માત્ર ઠપકાના બે શબ્દ કહેશે તો પણ તેમની વાત તદ્દન ખોટી નહીં ઠરે એવી આશા સેવી રહ્યા.
મહાશય ! મારા આગમનનું પ્રયોજન એક જ છે. મારે આપના એક સામાયિકનું ફળ જોઈએ છે. સ્વધર્મી ભાઈ તરિકે, મારા પ્રજાજન તરિકે, આપે એ માગણી પૂરી કરવી જ પડશે. એટલું પુન્ય આપવું તમારે તો સહજ છે અને એથી મારે તે ઉદ્ધાર છે.”
મહદુ આશ્ચર્ય! મગધનો સ્વામી કે જેની કીર્તિ આજે ભારતવર્ષના ચારે ખૂણામાં ગવાઈ રહી છે, જેની સમૃદ્ધિની તેલે આજે અન્ય કે રાજ્ય આવી શકે તેમ નથી, જેની પાસે બહસ્પતિની તુલના કરે એ મહાબુદ્ધિમાન ને વિચક્ષણ અભયકુમાર જે મંત્રી છે, એને ઉદ્ધાર મારા જેવા રંક માનવીના હાથે! તદ્દન અસંભવિત. વળી આપ સરખા ધર્મના જ્ઞાતાના મુખે સામાયિકના ફળની માગણી સાંભળું છું ત્યારે તો મારું એ આશ્ચર્ય અતિશય વૃદ્ધિ પામે છે.
પુરાણકાને ત્યાં એકનું પાપ અન્યને નામે ચડતું, અથવા તો અમુકની કરણીમાં બીજાનો હિસ્સો પડતો અગર તે પ્રજાના ધર્મપાલનમાં રાજવીને છઠ્ઠો ભાગ હોય છે એવું સાંભળવામાં આવ્યું છે, પણ જૈનદર્શનમાં તો પુન્ય કિવા પાપ જે