________________
પુણિ શ્રાવક :
[૩૦] વણિકબુદ્ધિનું નામ ન મળે અને બની બેઠા મોટા ધર્માત્મા ! ઘરમાં તો તાવડી તડાકા લેતી હોય છતાં મોટાઈમાંથી હાથ ન કાઢે. ચોથે દિવસે રાજાના સૈનિક પેલા પુણિયાને બોલાવવા આવેલ. એ વેળા કેઈએ ઉત્તર સરખો દીધો નહીં; તેથી મગધેશ્વર જાતે આજ્ઞાભંગની શિક્ષા કરવા પધારે છે.” નાની સરખી વાત પરથી મનગમતા આંકડા જોડવા એ કાંઈ આજકાલની ખાસિયત નથી. એ રોગ તો જમાના પૂર્વેને છે અને એમાં વણિક જાતિ અગ્રપદે મનાય છે.
મહેદ્ર! તારી વાત વધારે પડતી છે.” યશપાળે સ્પષ્ટીકરણ કરતાં કહ્યું અને આગળ જણાવ્યું કે “આખી શેરીમાં એક નાકાથી લઈ બીજા નાકા સુધી ફરી વળે તો જણાશે કે પુણ્ય દંપતી જેવું ભદ્રિક ને ધમી જોડું બીજું નથી. મારા તો પાડોશી છે એટલે તેમના જીવનમાં સહેજ ડોકિયું કરવું એ મારો નિત્યકમ થઈ પડ્યો છે. એ ઉપરથી પૂર્ણ જવાબદારી સ્વીકારીને કહું છું કે-પ્રભુ શ્રી વર્ધમાનના હૃદયસ્પર્શી ધર્મોપદેશથી અને જીવનની ચંચળતા યથાર્થપણે સમજાયાથી બ્રહ
સ્પતિના અવતાર સમા લેખાતા વણિકકુળમાં જન્મ્યા છતાં તે લેભવૃત્તિ, વાણિજ્યરક્તતા અને અમર્યાદિત ધનસંગ્રહથી જળકમળવત્ અલિત છે. એમાં કાયરતાનું નામ-નિશાન પણ નથી અને આવડતનો અભાવ પણ નથી. એક વાર પ્રસંગ પડે તો સમજાય કે એ વણિક–પ્રવર કે દક્ષ છે? બાકી એટલું ચોક્કસ છે કે માનવજીવનનું સાફલ્ય શેમાં છે? એ વાતનું રહસ્ય મારા, તમારા અને અન્ય સંખ્યાબંધ મનુષ્ય કરતાં તેના અંતરમાં સચેટ રીતે ઊતરી ચૂકેલ છે. એટલે જ તેમનું જીવન આવું સાદું ને શુષ્ક દષ્ટિગોચર થાય છે. એમાં ડગલે ને પગલે નિવેદપણાની ઝાંખી કરી શકાય છે.