________________
[૩૦]
પ્રભાવિક પુરુષો : પણ નથી, છતાં અગાઉથી ખબર આપી હોત તો આંગણું ચેખાં રાખત અને ઘર હાટ શણગારત પણ ખરા. ”
સાચે જ આ રસ્તે મહારાજ પધારે છે ! એ ખબર જ અમોને હમણું મળી, ત્યાં આપ શેકીઆઓને અમે અગાઉથી કેવી રીતે જણાવીએ?”
મગધપતિ અહીં પધારે છે એટલી ખાત્રી થતાં જ વેપારવણજ બાજુ પર રહ્યો અને કર્ણોપકર્ણ વાત શરૂ થઈ ગઈ. આજે એકાએક ખુદ મહારાજા પતે કેમ અહીં આવવાના હશે? દરબારમાં પકડી મંગાવવાને બદલે અગર તો કેટવાળને દોડાવવાને બદલે તેઓશ્રી પોતે પધારે છે એમાં જરૂર કંઈ ખાસ કારણ હશે.
ત્યાં તે દેવભદ્ર બેલી ઊઠ્યા: “આપણી આ પીઠ સાંકડી છે તે પહેળી બનાવવાની છે એટલે જેવા આવે છે. મારો હરિયે કહેતો હતો કે રસ્તાઓ પહોળા બનાવવાની–હવા ઉજાશ વધુ પ્રમાણમાં આવી શકે સૂર્યના કિરણે હેલાઈથી પ્રવેશી શકે તેવી રીતે પળે સુધારવાની યોજના નક્કી થઈ છે.”
કદાચ એ વાત હશે પણ તે ખાતર પંડે રાજવી ચાલીને આવે એ ભૂતો ન મળવષ્યતિ જેવું કહેવાય. એ તંત્રના જુદા અધિકારી નથી ? એ કામ તો કારીગરીના નિષ્ણાતનું ગણાય. સાંભળ્યા પ્રમાણે તે મહારાજ એકલા જ આવવાના છે, સાથે મંત્રીશ્વર અભયકુમાર પણ નથી.” પૂર્ણભદ્ર નામના વ્યવહારીઆએ સ્વમંતવ્ય જણાવ્યું.
એવામાં ધન્ના શેઠને મહેંદ્ર આવી પહોંચ્યા અને પોતે કઈ મહાન્ શોધ કરી હોય એવા ઘટાટેપથી બોલ્યા:
કાકાશ્રી ! સાંભળ્યું કે ખુદ મહારાજ શ્રેણિક પોતે પધારે છે! આવડત કંઈ મળે નહીં! રળવાની હકમત આવડે નહીં!