________________
[ ૩૦૬ ]
પ્રભાવિક પુ : વળી એ સાચું દાંપત્ય પણ કેળવી જાણે છે. ભલે આપણે નરજાતિ જેવો જ આત્મા નારીજાતિમાં માનીએ. વાત કરતાં પત્ની એ પતિના અધગ સરખી છે અને સમાન હકકની ભાગીદાર છે એમ કહીએ; છતાં વ્યવસાયના કલાકેમાંથી કઈ દિવસ બહાર નજર સરખી ફેરવી છે અને નીહાળ્યું છે ખરું કે એ સ્ત્રી જાતિમાં અજ્ઞાન અને વહેમ કેટલાં ભર્યા છે? એમાં ધર્મની સાચી આસ્થા વધારે છે કે ઉપરછલ્લી ઘેલછાની આડંબરી છાયા વધારે છે? આપણે એને ટાળવા માટે એ વર્ગમાં જ્ઞાનરવિનો પ્રકાશ ફેંકવાનો પ્રયાસ કર્યો છે ખરે ? શ્રાવકવર પુન્યને એ નિત્યક્રમ છે કે પોતે જે કંઈ ધર્મ સમજે તે સર્વ પિતાની ભાર્યાને સરળતાથી સમજાવે છે. એને અમલમાં મૂકવા ઉભય કેડ બાંધે છે, તેથી જ આપણી હવેલીઓ સામે એ યુગલ એક નાનકડા ઝુંપડામાં વસી શકે છે. આપણા લખલૂટ ખર્ચો અને મનગમતા વિલાસો અહર્નિશ નજરે ભાળ્યા છતાં, એ પ્રતિ રંચમાત્ર લલચાયા વગર સાદું અને શુદ્ધ જીવન જીવી શકે છે. કેવળ સાડાબાર કડા-માત્ર બે આનાની કમાઈ પર નિર્વાહ કરી આનંદી જીવન ગાળી શકે છે. આપણું ઘરમાં વસ્ત્ર અને આભૂ ષણોના ઢગલા છતાં રોજ નવી જાતો ને નવી ભાતેનાં સંભાષણ ચાલતાં હોય છે ત્યારે એ મહુલીમાં સંતોષની શીતળ છાયા પથરાઈ હોય છે. કેઈ તપેલું હૃદય ત્યાં પ્રવેશે છે તો પિતાનું કલેશજન્ય દુઃખ સહજમાં વિસરી જાય એવી અગાધ શાંતિ ત્યાં પ્રસરેલી હોય છે. આપણે જ્યારે વર્તમાન કરતાં પણ ભાવીની ચિંતામાં વધુ તદાકાર બન્યા રહી એના આંકડામાંથી ઊંચા નથી આવતા ત્યારે એ મહાત્મા માત્ર બે આનાની નજીવી કમાણી પર મુસ્તાક રહી આ ધંધાના ધોતા ધામ સમી અને દ્ધિસિદ્ધિમાં દેવોની અલકાવતીને પણ આંજી નાખે તેવી નગરીમાં નિશ્ચિત જીવન વ્યતીત કરે છે, આત્મશ્રેય વિચારી શકે છે અને ભાવી