________________
[ ૨૯૪ ]
પ્રભાવિક પુરુષો :
6
પોતે જ સાધુ-સમાજથી અગેાચર થયા. આવેા પ્રબળ વૈરાગી જેની ગેાદમાં ફસાય એ લલના પણ જેવી તેવી ન જ હાય. ઉભયના ચેાગદ્વારા જ કરાજા પેાતાની સત્તા કેવી પ્રબળ અને અટળ છે તે દર્શાવે છે. એ ચેાગ પૂરવાર કરે છે કે · વેશ્યા કહેવા માત્રથી અધમ જ હાય એમ માની લેવાનું નથી. એ ક્ષેત્ર પણ ઉપદેશ અને ઉદ્ધાર માગે છે અને એ વાત પણ સાથેસાથ પુરવાર થાય છે કે સંયમના ઉપરછઠ્ઠા નિયં ત્રણ ઝાઝા ફળદાયી નથી. અગ્નિને ઢાંકણુ ઇષ્ટ નથી, એને તેા નાશ જ જરૂરી છે. ‘ ઉપશમ ’ને અમુક સમય પ``ત ભલે વધાવી લેવાય છતાં અગત્ય તેા છે ‘ ક્ષય'ની જ છે.
પછ્યાંગનાની ચિત્રશાળામાં અહિનેશ ષટ્સ લેાજન જમતાં, એ પ્રમદા સહ યથેચ્છ ક્રીડા કરતાં, પતિત મુનિ ન ંદિષેણુ એક, એ નહીં પણ માર વર્ષો સુધી રહ્યા. કોઈ વિરલ પ્રસંગમાં જ અગ્નિ નજીક ઘી પીગળ્યા વગર રહે. એ શૈાય નદિષણ ન દાખવી શકયા, છતાં પતનમાંથી પણ પ્રગતિ કરવાના પ્રસંગ લાધે એ સારું પ્રતિજ્ઞા એવી કરી કે– જાતે પતિત થયા છતાં અહીં આવનાર કામી જનેામાંથી જ્યાં સુધી દશ વ્યક્તિઓના ઉદ્ધાર કરી, સાચા સંયમસિક ન બનાવું ત્યાં સુધી ભેાજન ન જ કરું, ’
પ્રતિજ્ઞા ક્ષત્રિયબચ્ચાની હતી. પતન થયા છતાં વસ્તુની પરીક્ષા ગઇ નહેાતી. દૃષ્ટિમાં વિકાર પેઠેલા હતા, છતાં દૃષ્ટિબિન્દુ ધ્રુવ સમ નિશ્ચળ હતું. એ જોરે એ પ્રતિજ્ઞા દૃઢપણે પાળી. એમાં મુનિપણાના અનુભવ, વસ્તુસ્વરૂપ સમજાવી અન્યને ગળે ઉતારવાની વિલક્ષણ લબ્ધિ અગ્રભાગ ભજવતી. એના સહકારમાં પ્રેયસી વેશ્યાને ફાળા નાનાસના નહાતા. કામીઓની લાલચુ ચક્ષુઓ એનામાં કોઇ પતિવ્રતા સમુ' અનેાખુ તેજ જોતી. જે કાર્ય પતિતમુનિની ભાષાથી પર બનતું તે કાર્ય વેસ્યા એવી અંગના નર્દિષણ પ્રત્યેના ગાઢ રાગથી પેાતાનુ જીવન ખુલ્લુ