________________
[૨૬]
પ્રભાવિક પુરુષો : પ્રસંગ એવો બન્યા કે બારમા વર્ષના છેલ્લે દિવસે નવ જણને પ્રતિબોધ્યા છતાં એક દશમે માણસ કેઈપણ ઉપાયે સમજે નહીં. એની સામે નંદિષણની દલીલો નિષ્ફળ નિવડી. લબ્ધિ છતાં લાભ ન મળે. વારંવારના ઉપદેશ છતાં વર્ષોથી જેમ મગરોલ ન ભીંજે તેમ એ અબૂઝ જ રહ્યો! પ્રેયસી વેશ્યાની પણ જબરી કસોટી થઈ. ત્રણ ત્રણ વાર રસવતી ગરમ બનાવી ને સ્વામીના આગમન અભાવે ઠંડી પડી ગઈ. આજે આ શું થયું ? આટલો વિલંબ કઈ દિ' નહીં ને આજે કેમ ? એ જાણવાની જિજ્ઞાસાથી તે ચિત્રશાળામાં દોડી આવી. જોયું તો નવ ગયા છે પણ દશમે બાકી છે, કેમે કર્યો બોધ પામતો જ નથી અને પ્રતિજ્ઞાપાલન વિના જમણ કેવું ? બેધ પમાડે જ છૂટકે ! “ત્યારે, દશમાં તમે પોતે. રસોઈને તે ક્યાંસુધી ઊની ટાઢી કર્યા જવી? ” વેશ્યાએ કહ્યું.
ખેલ ખલાસ, કુદરતને સંકેત-ભાવીને ઇસારે. એ સમજવા નંદિષેણ સદા ઉત્સુક રહેતા. વેશ્યામુખમાંથી “દશમાં તમે” નો ઉચ્ચાર થતાં જ ખીંટી પર ભરાવેલા ઉપકરણે લઈ પોતે ચાલી નીકળ્યા. પ્રેયસીને પ્રેમાળ શબ્દો કે એની વિરહની વાતો એને ન જ રોકી શકી. પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરી પુન: સાધુતાને અંચળો ઓલ્યો. જેટલા જોરથી પતન થયું એ કરતાં અધિક શાયથી ઉદ્ધાર પણ
. મુનિચરણમાં મસ્તક નમાવી વેશ્યાએ આજીવન બ્રહ્મચર્ય વ્રત સ્વીકાર્યું. શ્રાવિકા જીવનની ઊંચી ભૂમિકામાં બાકીનું આયુષ્ય ખરચ્યું, નંદિષેણ મુનિએ બાર વર્ષનો અનુભવ, ઉપદેશદ્વારા સંખ્યાબંધ આત્માઓને પ્રબોધવામાં સુંદર પ્રકારે કામે લગાડ્યો. તપથી કાયાનું દમન પણ ચાલુ જ રાખ્યું. જોતજોતામાં ગુમાવ્યા કરતાં વધારે મેળવ્યું અને મોક્ષમાર્ગના પથિક બન્યા.
એમના જીવનની પૂર્ણાહૂતિ સાથે આ માળાનું ચોથું ગુચ્છક પણ પૂર્ણ થાય છે.