________________
પુણિયે શ્રાવક :
[ ૩૦૧ ] રીતે પ્રથમ સમજી લઈ, શંકા હોય તે દૂર કરી, પૂર્ણ પણે એને હૃદયમાં ઉતાર. ઉતારીને કદીપણ ન ભૂંસાય એવા સખત ટાંકણે અંતરપટ પર કોતરી દે. પછી અનુભવ કરી લે કે બે ઘડીના સામાયિકમાં કેવી દૈવી શક્તિ ભરી છે. ભાવયુક્ત એ ક્રિયામાં કેવી અગાધ ચમત્કૃતિ છે, ચાર પ્રકારના ધર્મમાં પૂર્વના ત્રણ ભેદમાં જે ભાવની ગેરહાજરી હોય તો ફળપ્રાપ્તિમાં બહુ જ અંતર પડી જાય છે. પાણીના મૂલ્ય ઘી વેચાયા જેવું થાય છે. કહેવાનું એટલું જ કે જેમ લુણ વિનાનું ભોજન નિરસ લાગે છે, બાળક વગરનું ઘર જેમ શૂન્ય જણાય છે, જળવિહેણ સરોવરની જેવી શુષ્કતા ખુંચે છે, તેવું ભાવહીન ક્રિયાનું સમજવું. દાન, શીલ અને તરૂપી ત્રિપુટીની પાછળ ભાવને સહકાર હોય છે તો જ તે ત્રિવેણુરૂપમાં પરિણમી આત્મશ્રેય માટેના અપૂર્વ ધામરૂપ બની જાય છે.
અહંન્તના ધર્મમાં દ્રવ્ય યાને ધન પરથી ધર્મકરણના મૂલ્યાંકન નથી કરાતાં. ભલેને કેઈ એક જ પૈસે ખરચે પણ જે એની પાછળ સભાવનાનું સામર્થ્ય વેગ કરતું હોય તો દેખાદેખીથી કે કીર્તિકાંક્ષાથી લાખ ખરચનાર કરતાં ફળપ્રાપ્તિમાં વધી જાય છે.
મવા મવાની” એ ઉક્તિ કેણ નથી જાણતું ? અરે! એ ભાવમાં એટલી ઉત્કટ શક્તિ રહેલી છે કે જે એ જરાપણ ખલના વગર વિકસ્વર થતી રહે છે તે અંતમુહૂર્તમાં કૈવલ્યની પ્રાપ્તિ કરાવે છે. રાજર્ષિ પ્રસન્નચંદ્રના અસ્તાદયમાં એણે જ મુખ્ય ભાગ ભજવ્યો હતો ને !”
“તો પછી, હે નાથ ! હે મહાસાર્થવાહ! આ રંક પર કૃપા કરી, અત્યારે એ વ્રત મને આપે. પ્રતિદિન ઉભય ટંકના આવશ્યક ઉપરાંત એક સામાયિક તો અવશ્ય કરવું. એ સમયે મન, વચન, કાયારૂપ ત્રણ પ્રકારના યોગની સાવદ્ય ક્રિયામાં