________________
કુમાર નંદિષેણ :
[ ૨૯ ] એ જ સમર ખેલે છે. એને કામિનીના હાવભાવ, કટાક્ષબાણ કે અંગસ્પર્શે નથી ચળાવી શકતા. એવા અનુકૂળ ઉપસર્ગોને વખતે એની અડગતા મેરુપર્વત સમી હોય છે. જે આપનું મન મજબૂત હશે તો હું જાતે તમને ગમે તેવા યતવડે નહીં જ લલચાવી શકું. આ મારું અનુભવનું વચન છે. મારી જોડે મોજ માણવા આવનાર સંખ્યાબંધ આત્માઓ છતાં મેં મારી ઈરછા વગરના એકને પણ શમ્યાભાગી બનવા દીધો નથી. એના પ્રલોભનોને ઠેકર મારી, એના ધનભવને ખંખેરી નાખી, આ સ્થાનમાંથી અર્ધચંદ્ર આપતાં જરા પણ વિલંબ લગાડ્યો નથી. આપ માને કે હું વેશ્યા તરીકે ઓળખાઉં છું છતાં ગમે તેને કે ગમે તેવી રીતે દેહને વિકય કરનારી ધનપિપાસુ બજાર સ્ત્રી તો નથી જ. સંગવશાત્ શિયળની નિર્મળતા નથી રાખી શકી, છતાં એના ભંગ વખતે રાચીમારી નથી. વિકારનો અતિરેક પણ થવા દીધો નથી. એક રીતે કહું તે જે પુરુષજાતિએ મારો સર્વનાશ કર્યો છે તેના પ્રતિ વેર વાળવાના એક માત્ર ઈરાદાથી જ મેં મારું જીવન ખરચ્યું છે. સનેહભાવે કે સાચી પ્રીતિએ મેં કેઈને સંસર્ગ રાખ્યું નથી. મનમાં વૈરશમનને ભાવ જન્મતાં જ ગમે તેવા ચમરબંધીને ધક્કો મારતાં વિલંબ નથી કર્યો. એ પ્રકારે હદયશૂન્યોને નિચોવી જે દ્રવ્યસંચય કર્યો છે એમાંથી વિલાસના માર્ગે જુજ ખરચ્યું છે, બાકી ગુપ્ત રીતે એ દ્વારા કેટલા ય કરમાઈ જતા જીવને, કેટલી ય કટાણે ચીમળાતી કળીઓ, અને મારી માફક વગરવાંકે ચગદાઈ જતી વામાઓને પંથ ઉજાળવા પ્રયાસ કર્યો છે. એ જાણવું હોય તો મારા સાચા સહચર બને.”
વાચકઆટલું લંબાણ અન્યત્ર નહીં મળે. એની શોધ પ્રોજન પણ નથી. શાસ્ત્રકાર કહે છે કે ભવિતવ્યતાના જેરે મુનિ નંદિષેણ ગોચરી અર્થે વેશ્યાગૃહે ગયા અને