________________
[ ૨૮૮ ]
પ્રભાવિક પુરુષ : રીતે વિસ્તર્યો હતો કે જાણે એકાદ નાગિણી વળાંક લેતી દરમાંથી બહાર નીકળી રહી હોય. મુખાકૃતિ ને વક્ષસ્થળ જોતાં જ જાણે ખીલતું વન આ લલનાના દેહ પર જ એકઠું થઈ તનમનાટ કરી રહ્યાનું–વિલાસી જીવનની કઈ અમર્યાદ દશાનું ચિત્ર રજૂ કરતું હોય તેમ લાગતું.
ધર્મલાભ” ના ઉત્તરરૂપે કંઈ પણ ક્રિયા ન થતી જોઈ, મુનિ ધરતી સામે નેત્રો રાખી પુનઃ બોલ્યા.
ગોચરી અર્થે આવેલ આ ભિક્ષુકને કંઈ દેવા જેવું છે?”
મહારાજ ! માર્ગ ને મહોલ્લે બને ભૂલ્યા લાગો છો.” હાસ્યથી જેની મુખાકૃતિ પ્રફુલ્લિત થઈ છે અને મજાકવૃત્તિને જેના નેત્રોમાં સ્પષ્ટ ભાસ થાય છે એવી તે યુવતી બેલી, ને વિશેષમાં કહેવા લાગી કે “આ તો પણ્યાંગનાનું મંદિર છે. અરે ! અખંડ સૌભાગ્યવંતીનો વાસ છે. અહીં ધર્મલાભની વાત કેવી? સદાકાળ અહીં તો અથલાભ અને કામલાભનું એકછત્ર રાજ્ય પ્રવર્તે છે !
જ્યાં “ધર્મ” એ કઈ ચીડિયાનું નામ છે તેની ખબર સરખી નથી ત્યાં એના લાભની તે શી વાત? ભિક્ષુકને માટે કે અકિચનતાની ફિલસૂફી સમજાવનાર માટે આ સ્થાન નથી. દૂરથી જ એને રામરામ કરવા ઘટે. સોનામહોરની થેલીઓ લાવે અને મનગમતી મેજ મેળવે, જાતજાતની વાનીઓ આરોગે, વિવિધ પ્રકારના વિલાસ માણું, મદનના તાપથી તપ્ત થયેલ શરીરને યથેચ્છ શીતળતા અર્પે. એ જ અમારું ધ્યેય અને એમાં જ અમારી જિંદગીની સફળતા !”
મુનિશ્રી અકિંચનતા ગુણની મશ્કરી થતી જોઈ, તરણમાંના એક તૃણને ખેંચી લબ્ધિબળે સુવર્ણ મહોરે વરસાદ વર્ષાવતાં મુનિ નંદિષેણ બેલ્યા: “લલના! સાચે જ હું વિવેક વિસર્યો.