________________
કુમાર ન ન દિષણ
[ ૨૮૯ ]
આવ્યે.
આ વેશ્યાગૃહ છે એવા ખ્યાલ સરખા પણુ મને ન નજીકમાં અન્ય આવાસામાં પણ આ જ સ્થિતિ છે કે શું ? ધાળી ને કાળી આજીના આ યાગ પણ વિચિત્ર. ’’
8
“ મહારાજ ! વિચિત્ર શું છે? કુલીન ગણાતાં કુટુ એ જ્યારે ધર્મ –નીતિની મર્યાદા એળંગી જઇ, પ્રામાણિકતામાંથી પીછેહુડ કરી, નારીવૃંદમાં પણ પુરુષવર્ગ જેવા જ આત્મા છે એ નીતાંત સત્ય વિસારી મૂકી, લેવાદેવાનાં કાટલાં જુદાં રાખે ત્યારે એ અકથ્ય ને અખાલ વ્યથા હેઠળ ડગલે ડગલે પીસાતે પીડાતા ને કચડાતા નારીસમુદાય કયાં જઇ શાંતિ મેળવે ? અરે! કયાં બેસી ઘડીભર હાના ઉચ્ચાર કરે ? એટલે જ કુલીનતાના અંચળા હેઠળ કાલિમાને છુપાવુ પડે છે, એટલે પ્રતિષ્ઠાસંપન્ન ઘરાની શ્રેણીમાં જ ઘર હેાવા છતાં પ્રતિષ્ઠાનું અંદરખાને લીલામ ખેલાતું હાય છે, એટલે જ અનિચ્છાએ · ઉપર ધેાળું ને અંદર કાળુ ’ એવેા દંભી દેખાવ ધારણ કરવા પડે છે! વેશ્યાગૃહે એ સમાજની નીતિમત્તા ને સદાચાર પર જેમ કલક સમા છે અને વેશ્યાજીવન જીવતી નારીએ એ ગારવભર્યાં નારીસમાજની કલકત માજી છે, એ જેટલું સાચુ છે એટલું જ સાચું એ પણ છે કે એનાં ચણતરમાં પુરુષજાતિનાં અત્યાચાર ને અમર્યાદ વર્તનના લાંખે ઇતિહાસ છે. પુરુષપ્રધાનના ફાંકા રાખનાર નરસમુદૃાયની અપરિમિત સત્તાનું હૃદયદ્રાવક પ્રદર્શન છે. જવાબદારી અદા કરવાને અદલે એને દુરુપયેાગ કરવાથી તૈયાર થયેલું એ ધૃણિત રેખાચિત્ર છે. વેશ્યાજીવન જીવવું નારીને રુચિકર તેા ન જ હાય પણ પુરુષતિ તરફથી ક્રજીયાત એમાં હડસેલાય ત્યાં શું થાય ? ”
“ આઈ ! તારા કથનમાં સત્ય હશે, છતાં દુન્યવી વિષયેાથી દૂર ભાગનાર એવા મારા સરખા નિગ્રંથ આગળ એ હાયવરાળ ઠાલવવાથી શેા લાભ ?”
૧૯