________________
[ ૨૯૦ ]
પ્રભાવિક પુરુષો :
સાધુજી ! કુબેર સટ્ટશ શક્તિવંત એવા આપને એને ખ્યાલ કરાવવા જરૂરી છે કેમ કે સમાજને આપ ઉપદેશદ્વારા ધારીતા ઉન્નત બનાવી શકે છે. ભૂતકાળમાં મે સાધુજીની વાત સાંભળી છે. સતીએનાં ચિરત્રા અને બ્રહ્મચર્યની ઉત્તમતા વિષે જેમ સાંભળ્યું છે તેમ ‘નારી નરકની ખાણુ ને પાપનું પૂતળુ` છે ’ એવુ પણ સાંભળ્યું છે, પરંતુ એ પછીનું જે જીવન મેં અનુભવ્યું છે તે જોતાં મારી એ વાતની શ્રદ્ધા ધ્રૂજી ઊઠી છે. કેવળ નારી જ દોષાનું ઘર છે અને નર ગુણનું પૂતળુ જ છે એ માનવા હું તૈયાર નથી. નારીજાતિને જેટલા અન્યાય થયા છે અને જેટલી યાતનાએ ભાગવવી પડી છે એમાં પુરુષની પ્રેરણાના કાળા હેાવા છતાં એ એમાંથી છટકી જાય છે. આપ જેવાના ઉપદેશમાં પણ નારીના જેટલી સખત ઝાટકણી પુરુષની નથી કરવામાં આવતી, એ જોઈ મને ખરેખર અચ એ થાય છે.’’
66
લલના ! તું કાઇ કુલીન ને સમજી જણાય છે. કડવા અનુભવથી આવેગ ને ક્રોધના જોરે આ અધમ દશામાં ઘસડાઇ લાગે છે, નહિ તેા સતીઓનાં જીવન એક વાર જેના કાને પડ્યાં હાય તે આ દશામાં લેપાય ? ”
“ તાધન ! આપની વાત સાચી છે. વીતરાગના ધર્મ સાચા છે. જે કઇ કચાશ છે તે કયાં તે ઉપદેશકેાની અથવા તેા શ્રોતાએની; નહિં તે એ પણ પ્રભુના જ શાસનમાં દર્શાવાયું છે કે– સ્ત્રી યા પુરુષ ઉભયમાં સમાન આત્મા રહેલા છે. તીર્થંકર જેવા લેાકેાત્તર પુરુષને જન્મ આપનાર માતા રત્નકુક્ષી કહેવાય છે. મેાક્ષ મેળવવામાં ઉભયને સરખા હક્ક છે. અરે! પાપ કરવામાં પુરુષ સ્ત્રીને ટપી જાય છે તેથી તેને માટે સાતમીનાં દ્વાર ઊઘાડાં છે જ્યારે નારી તેા છઠ્ઠી નરક સુધી જ જાય છે. એક ગૃહની અંદરના વહીવટની સ્વામિની, જ્યારે અન્ય બહારના