________________
[ ૨૮૬ ]
પ્રભાવિક પુરુષો : ભૂમિકા પર લઈ ગયા. તાપસ–સંન્યાસી કે જેગીબાવાના જીવનમાં અને સાચા ત્યાગી કે સમજુ અણગારના જીવનમાં કેટલો મટે તફાવત રહેલો છે એ સ્વયં અનુભવી રહ્યા. એક તરફ અજ્ઞાનભરી કરણને-માનપાનની મહેચ્છાનો ડગલે ને પગલે સાક્ષાત્કાર થાય છે ત્યારે બીજી બાજુ ચેમ્બુ નિર્લેપ જીવન-સમ્યફજ્ઞાનયુક્ત કિયાના દર્શન-નજરે પડે છે.
આવા ચિંતનશીલ આત્માને પણ મેહભૂપે સપાટામાં લીધા. અવશેષ ભેગાવળી કમ અબાધાની હદ ઓળંગી જ્યાં ઉદયના આંગણામાં પ્રવેશ્ય, ત્યાં જાગૃત ને દઢ એવા નંદિષેણ મુનિને વિકારના ભાવો ઉદ્ભવવા માંડ્યા. એ સામે તપના તેજસ્વી શસ્ત્રને ચમકારે દાખવવામાં કચાશ ન રાખી, દમનના પ્રત્યેક માર્ગોનું અવલંબન લેવામાં નંદિષેણઋષિએ જરા પણ કાયરતા ન દેખાડી, પણ જ્ઞાનીના વચન ટંકશાળી નિવડ્યાં. નિકાચિત કર્મને તપાવી એની અસર હળવી કરવાનું જેનામાં પરાક્રમ છે એવો તારૂપ અગ્નિ પણ આ કર્મોદયરૂપ વ્યાધિ પર કારગત ન નિવડ્યો. ભેગકર્મની નિકાચિતતા ઠારવાનો અન્ય કોઈ માગ ન લાધતાંઆ માનસિક વ્યથાને અન્ય કોઈ ઈલાજ ધ્યાનમાં ન આવતાંસ્વપ્રતિજ્ઞાન નિર્વાહ કરવાના શુભ ઇરાદાથી મુનિ નદિષેણ પર્વત પરના પૃપાપાત કે ગળે ફાંસો દઈ આપઘાત કરવાના ભીષણ પંથ પર્યત પહોંચી ગયા, પણ નિરુપકમી આયુષ્યવાળા આત્માઓને ઓછી જ એ કષ્ટોની અસર થાય છે, પુન: દેવવાણી સંભળાણું-હાણહારની સામે થવાનો મિથ્યા પ્રયાસ છોડી દેવાની ચેતવણું મળી. એ રેડ સીગ્નલનું ઉલ્લંઘન કરવાનું ભયંકર જોખમ ન સેવવાની તાકીદ થઈ.
આટઆટલા પ્રયાસ છતાં શું વ્રતમાં અતિચાર લગાડે પડશે?” આવી શંકાને ઉદ્ભવ હૃદયના એક ખૂણામાં ઉદ્ભવ્ય, એ સાથે અન્ય વિચારબિંદુઓ પણ આવીને જોડાયા.