________________
[૨૮૪]
પ્રભાવિક પુરુષો : મની ધારાનું જીવંત પ્રાબલ્ય હોય છે તો એની ફળ દેવાની શક્તિ વિષ્ણુના વેગને પણ વટાવી જાય છે. કહ્યું છે કે –
आनंदाश्रूणि रोमांच:, बहुमानं प्रियं वचः । तथानुमोदना पात्रे, दानभूषणपंचकम् ॥ દાનને એ ભૂષણોથી અલંકૃત બનેલ આત્મા વચમાં કોઈને અવરોધ ન નડે તો મુક્તિપુરીના દ્વાર પણ ખખડાવે છે.
પ્રભુ શ્રી વીરની સંશયતારિણી વાણી શ્રવણ કરતાં જ રાજવી શ્રેણિકની અજાયબીને અંત આવ્યો પણ નંદિષણની તો દષ્ટિ જ ખુલ્લી ગઈ. સમ્યકકરણમાં રહેલી તરતમતા ઊડીને આંખે વળગી. તાપસ અને શ્રમણના જીવન વચ્ચેનો સ્પષ્ટ ભેદ નજરે આવ્યું. આશ્રમના ઉમૂલનથી કુલપતિને કેમ દુ:ખ ઉપજ્યું અને હસ્તિ પ્રત્યે તેમના ગુસ્સાને પારે શાથી છેલ્લી ડિગ્રીએ પહોંચ્યા ? તેનું કારણ પણ સ્પષ્ટ જણાયું. મુછા પરિવાહો કુત્તો અર્થાત્ જ્યાં સુધી અંતરમાં રહેલ દ્રવ્ય-પદાર્થ યા વસ્તુ પ્રત્યેની મૂછ યાને મમતા સર્વથા નિર્મૂળ થતી નથી ત્યાંસુધી વ્યક્તિ ભલે વેત કિંવા ભગવો અંચળ ધારણ કરે, ભલે એ સંસારની જંજાળથી બહાર નીકળી અરણ્યવાસ કે ગિરિકંદરામાં જઈને વસે છતાં એ પરિગ્રહ યાને આળપંપાળથી મુક્ત થઈ શકતી નથી.
સાથોસાથ એ પણ સમજાયું કે જે મૂચ્છ-મારાપણાની કામનાનો સર્વથા નાશ કરી દેવાયો છે તો ભલેને પછી વ્યક્તિ મણિજડિત કાંગરાવાળા ને સુવર્ણ-રત્નગુંફિત ગઢમાં બેસે છતાં પંકજવતુ એ નિર્લેપ રહી શકે છે. માયાનો પાશ ત્યાં લાગતો જ નથી. સમભાવની ભૂમિકા પર વિચરતા એ આત્માને કંચનમણિના નથી પ્રલોભન હતા કે કથીર પાષાણના તિરસ્કાર સંભવતા. એની દષ્ટિ તો કઈ અનોખા ધ્યેય પાછળ એકતાર બની હોય છે. એનું નામ સાચી મુમુક્ષુદશા છે.