________________
નંદિષેણુ :
[૨૮૩] પૂર્વે હાથી સેચનકનો જીવ શ્રીપુર શહેરમાં મખ નામના વિપ્રપણે વ્યવહાર ચલાવતો હતો, ત્યારે નંદિષેણનો જીવ સમીપમાં વસનાર અને સેવા કરનાર એક ભીમ નામને દાસ હતો. એક વેળા મખદ્વિજને સંખ્યાબંધ ભૂદેવોને અને સંન્યાસીબાવાઓને જમાડવાની ઈચ્છા ઉદ્દભવી. એને લગતી સામગ્રી એકઠી કરવામાં અને એ કાર્ય સાંગોપાંગ પાર ઉતારવામાં એણે ભીમની સેવા માગી. ભીમે શરત કરી કે “ઉપર્યુક્ત કાર્ય ઊકલી જતાં જે સામગ્રી બચે તે મારી મહેનતના બદલામાં મને આપવી.” શરત મંજૂર થઈ અને મખ બ્રાહ્મણને મનોરથ પૂર્ણ પણ થયે. જે નિર્દોષ ખાનપાન સેવાના બદલામાં ભીમના ફાળે આવ્યું તે તેણે હર્ષથી ઉભરાતા હૃદયે કંચન-કામિનીના ત્યાગી ને કેવળ મુમુક્ષુ એવા મુનિરૂપ સત્પાત્રને દાન દેવામાં વાપર્યું. ભાવનાયુક્ત આ દાનના બળે ભીમનો જીવ આયુષ્યના અંતે દેવલોકની કદ્ધિ પામે. દ્વિજમહાશય પણ અન્ય ભવમાં ભ્રમણ કરી આ ભવે હાથીપણું પામ્યા અને ભીમનો જીવ દેવગતિમાંથી આવી તારે ત્યાં પુત્રપણે ઉપયે. એ જ કુમાર નંદિષેણ.
“મદોન્મત્ત સેચનક, કુળપતિને મારવા તાપસવંદ તરફ દોડતો આવ્યો, પણ વચમાં નંદિષેણને જોતાં જ એની સ્મૃતિમાં મંથન શરૂ થયું. વચ્ચે ઊભી રહેલી આ વ્યક્તિને મેં કઈ વાર પૂર્વે જોયેલી છે, એવી વિચારણા અંતરમાં ઉદ્દભવી અને માનવી કલ્પી પણ ન શકે એટલા સૂક્ષમ કાળમાં હસ્તિને જાતિસ્મરણ જ્ઞાન થયું. શ્રીપુરમાં વસતા પાડોશી તરીકેનો સંબંધ આંખ સામે તરવરી રહ્યો. સ્નેહના ઉમળકાએ વૈરવૃત્તિને ભૂલાવી દીધી અને કઈ નવું જ દશ્ય ખડું કર્યું, જે તમે સર્વેએ નજરે દીઠું.
અહા ! દાનમાં કેવી અચિંત્ય શક્તિ છે? અપાત્ર ને સુપાત્રમાં પડવાથી એમાં મેટી તરતમતા પ્રગટે છે. એની પાછળ પરિણા