________________
મંદિષેણ :
[૨૮૧] નંદિષેણ સાથે સેચનકને વાત્સલ્ય કયાંથી ઉભરાઈ આવ્યું ? એ કોયડા વર્ષો સુધી અણઊકલ્યો રહ્યો.
એકદા ભગવાન શ્રી મહાવીરદેવનાં પગલાં રાજગૃહીમાં થયાં. વનપાળે આવીને સમાચાર કહ્યા. તરત જ આડંબર સહિત વંદનાથે જવાનો આદેશ અપાયો. પટ્ટહસ્તી સેચનક પર અંબાડી નંખાઈ. એ પર બેઠક લેતાં જ શ્રેણિક મહારાજની સ્મૃતિ સતેજ થઈ. સેચનક ને નંદિણના સંબંધમાં પ્રભુને પૃચ્છા કરવાનો સંકલ્પ કર્યો.
પરમાત્માનું સમવસરણ એટલે જિજ્ઞાસુ હૃદયને શંકાના સમાધાન કરવાનું, અપૂર્વ આત્મકલ્યાણકારી વાણી શ્રવણ કરવાનું અભંગદ્વારવાળું વિશાળ સ્થાન. એની રચના દેવો દ્વારા થતી હોવાથી એમાં સુવર્ણ કે મણિરતનની સંભારભરણી હોય તેમાં શી નવાઈ ! જેમનાથી ઊંચે કેઈ અધિકાર નથી એવા ત્રણ જગતના નાથ અહંન્ત-તીર્થકરને સિંહાસન પર બેસી, દેશનાવારિની અમૃતવર્ષા વરસાવવા સારુ સગવડભર્યું થઈ પડે તેવી એની કરામત હોય છે.
ઘણે દૂરથી નજરે પડે એવા ત્રણ ગઢની રચનાવાળું ને સંખ્યાબંધ આત્માઓ પરસ્પરની અથડામણ વિના સરલતાથી બેસી શાંતચિત્ત ઉપદેશનું પાન કરી શકે તેવી ગોઠવણવાળું આ વ્યાસપીઠ અપૂર્વ દેખાય છે. અનુભવને એકાદ પ્રસંગ લાધે એવી ભાવના કોને ન હોય? તેથી જ મુનિ ઉદયરને ગાયું છે કે –
સમવસરણુમાં બેસીને, જિનવરની રે વાણું, સાંભળશું સાચે મને, પરમારથ જાણુ.
તે દિન કયારે આવશે ? ચારે તરફ પર્ષદા ભરાય, એમાં ચારે પ્રકારના દેવ-દેવીઓ, નર-નારીઓ, સાધુ-સાધ્વીઓ તો હોય જ. પર્ષદાના એ બાર પ્રકાર કહ્યા છે. ઉપરાંત તિયો પણ આવે. તેઓ બીજા ગઢમાં